Home /News /national-international /જાણો શા માટે રાજસ્થાનના નાથદ્વારાનું શ્રીનાથજી મંદિર મહત્વપૂર્ણ છે, નીતા અંબાણીએ પરિવાર સાથે પૂજા કરી

જાણો શા માટે રાજસ્થાનના નાથદ્વારાનું શ્રીનાથજી મંદિર મહત્વપૂર્ણ છે, નીતા અંબાણીએ પરિવાર સાથે પૂજા કરી

મુકેશ અંબાણી આજે નાથદ્વારામાં પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા

નાથદ્વારાનો વિસ્તાર કુદરતી સૌંદર્યનો ખજાનો છે. જણાવી દઈએ કે, નાથદ્વારાનું મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધાર્મિક પર્યટન તરીકે પ્રખ્યાત છે. ગુરુવારે રિલાયન્સના ચીફ મુકેશ અંબાણી પરિવાર સહિત અહીં દર્શન કરવા માટે આવ્યા છે.

વધુ જુઓ ...
રાજસ્થાન. રાજસ્થાન કિલ્લાઓ અને રાજપૂત વિરાસત માટે પ્રખ્યાત છે, પરંતુ તે ઘણા પવિત્ર યાત્રાધામો માટે પણ પ્રખ્યાત છે. અહીં ઘણા પ્રખ્યાત પૌરાણિક મંદિરો અને મઠો છે. જે તેની પ્રાચીન સંસ્કૃતિના સાક્ષી છે. આવું જ એક પ્રસિદ્ધ મંદિર શ્રીનાથજીનું છે, જે રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં આવેલું છે. તે અરવલ્લીના સુંદર મેદાનોમાં બનાસ નદીના કિનારે આવેલું છે, તે વૈષ્ણવ સંપ્રદાયનું મુખ્ય યાત્રાધામ છે. મંદિરમાં ભગવાન કૃષ્ણ 7 વર્ષના બાળકના રૂપમાં બિરાજમાન છે.

તમને જણાવી દઈએ કે, અહીં ગોવર્ધન ધારી કરેલ ભગવાન કૃષ્ણની પ્રતિમા છે. નાથદ્વારાનો વિસ્તાર કુદરતી સૌંદર્યનો ખજાનો છે. જણાવી દઈએ કે, નાથદ્વારાનું મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધાર્મિક પર્યટન તરીકે પ્રખ્યાત છે. આ વખતે જો તમે શિયાળાના વેકેશનમાં કોઈ ખાસ ધાર્મિક પર્યટન સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો નાથદ્વારા તમારા માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બની શકે છે. સૌથી નજીકનું એરપોર્ટ 45 કિમીના અંતરે ઉદયપુર છે.

આ પણ વાંચોઃ દલાઈ લામાની જાસૂસી પાછળ ચીનનું મોટુ ષડયંત્ર, તિબેટ અને બુદ્ધિસ્ટ વિસ્તારો પર છે ચીનની નજર

આ મંદિરનું નિર્માણ મેવાડના રાણા રાજસિંહે કરાવ્યું હતું


મુઘલ આક્રમણખોર ઔરંગઝેબ મૂર્તિપૂજાનો વિરોધી હતો. તેથી જ તેણે પોતાના શાસનકાળ દરમિયાન મથુરામાં સ્થિત શ્રીનાથજીના મંદિરને તોડી પાડવાનું કામ પણ શરૂ કર્યું હતું. પૂજારી દામોદરદાસ બૈરાગી શ્રીનાથજીની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવ્યા. આ પછી, તેમણે બળદગાડામાં શ્રીનાથજીની મૂર્તિ મૂકી અને ઘણા રાજાઓને મંદિરનું નિર્માણ કરાવવા અને શ્રીનાથજીની મૂર્તિ સ્થાપિત કરવા વિનંતી કરી. પરંતુ ઔરંગઝેબના ડરથી કોઈએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. આ પછી પૂજારીએ મેવાડના રાજા રાણા રાજ સિંહને સંદેશો મોકલ્યો. ઈતિહાસકારોના મતે ઈ.સ. 1660માં રાણા રાજસિંહે ઔરંગઝેબને ખુલ્લી ચેલેન્જ આપી અને કહ્યું કે તેમની હયાતીમાં બળદ ગાડામાં રાખવામાં આવેલી શ્રીનાથજીની મૂર્તિને કોઈ સ્પર્શ પણ કરી શકશે નહીં. ઔરંગઝેબે મંદિર સુધી પહોંચતા પહેલા એક લાખ રાજપૂતોનો સામનો કરવો પડશે. ત્યારબાદ 1672માં મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેમાં શ્રીનાથજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.


ગુરુવારે નાથદ્વારામાં પરિવાર સાથે મુકેશ અંબાણી


મળતી માહિતી મુજબ રિલાયન્સનાં ચીફ મુકેશ અંબાણી ગુરુવારે પરિવાર સાથે નાથદ્વારા પહોંચ્યા અને શ્રીનાથજીના દર્શન કર્યા. આ પ્રસંગે પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અને અનંત અને પુત્રવધૂ, પૌત્ર, ભાઈ અનિલ અંબાણી, તેમની પત્ની ટીના અંબાણી, અનિલના બે પુત્રો અનમોલ અને અંશુલ અંબાણી અને અન્ય પરિવારના સભ્યો હાજર હતા. અંબાણી પરિવાર નાથદ્વારામાં દીકરીના જોડિયા જન્મની ખુશીમાં આવ્યો છે.

આ છે શ્રીનાથજી મંદિરની 10 ખાસ વાતો


આજે પણ અહીં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર 21 તોપોની સલામી આપવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણનું ગોવર્ધન પર્વતધારી બાળ સ્વરૂપ છે. જણાવી દઈએ કે, અહીં દિવસમાં આઠ વખત શ્રીનાથજીની પૂજા કરવામાં આવે છે. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય દેવતા છે. ઔરંગઝેબની માતાએ મંદિરને એક હીરો ભેટમાં આપ્યો હતો, જે મૂર્તિના દાઢીના ભાગમાં જડાયેલો છે. ઉદયપુરના તત્કાલિન રાજાએ 1934માં આદેશ જારી કર્યો હતો કે શ્રીનાથજી મંદિરની તમામ પ્રકારની સંપત્તિ મંદિરના કબજામાં રહેશે. મંદિરમાં ભગવાન શ્રીનાથજીની ઘણી તસવીરો પિછવાઈ શૈલીમાં બનાવવામાં આવી છે. ભગવાનને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે, જેમાં રોજના 125 મણ ચોખા મુખ્ય ભોગ છે. તે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. ભગવાન બાળકના રૂપમાં બિરાજમાન હોવાથી ભક્તો અહીં રમકડાં ચઢાવે છે.
First published:

Tags: Rajasthan news, Temple, મુકેશ અંબાણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો