Home /News /national-international /

અમેરિકામાં ઠંડીનું રૌદ્ર સ્વરૂપ, જામી ગયો આખો નાયગ્રા ફોલ!

અમેરિકામાં ઠંડીનું રૌદ્ર સ્વરૂપ, જામી ગયો આખો નાયગ્રા ફોલ!

    છેલ્લા કેટલાક દિવસથી અમેરિકામાં બરફનું વાવાઝોડું આવ્યું છે. અહીં તાપમાનનો પારો -30થી નીચે જતો રહ્યો છે. સમગ્ર અમેરિકામાં ઠંડીને કારણે 21 લોકોનાં મોત થયા છે. તો વિશ્વભરમાં ફેમશ એક એવા નાયેગ્રા ફોલ બરફમાં જામી ગયો છે. બરફના આ વાવાઝોડાને પોલાર વોર્ટેક્સ કહેવામાં આવે છે.

    ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે  મધ્ય અમેરિકામાં આવેલો અને પ્રવાસીઓમાં જાણીતો નાયેગ્રા ધોધ ઠંડીને કારણે જામી ગયો છે. અહીં હાજર કેટલાક પ્રવાસીઓએ જણાવ્યું કે નાયેગ્રા ઝરણામાં બરફ તરી રહ્યો છે. અમેરિકાના ઇતિહાસમાં આટલી ઠંડી પ્રથમવાર પડી છે. શિકાગો શહેરમાં પણ નદીઓ જામી ગઇ છે. તો લોકોને બહાર ન નીકળવાની સૂચનાઓ આપી દેવાઇ છે.



    નાયેગ્રા ફોલ યુએસએના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ઠંડીમાં નદી બરફમાં જામી જાય છે. પરંતુ આ વખતે નાયેગ્રા ધોધ સખત રીતે જામવાની ઘટના પ્રથમવાર બની છે. અગાઉ વર્ષ 2014 અને 2015માં પણ પોલાર વોર્ટેક્સની ઘટના બની હતી, એ વખતે પણ નાયેગ્રા ધોધ જામી ગયો હતો.

    અમેરિકામાં દિવસે ને દિવસે તાપમાનનો પારો ઉતરતો જાય છે. ભયાનક ઠંડીને કારણે અમેરિકામાં 21 લોકોના મોત થયા છે. તો 10 મિલિયન અમેરિકન્સ પ્રભાવિત થયા છે. એક દિવસ પહેલા મૃત્યુઆંક 13 હતો, પરંતુ સૌથી વધું ઠંડીનો સામનો કરી રહેલા શિકાગો શહેરમાં ગુરુવારે વધુ આઠ લોકોનાં મોત થયા છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Winter

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन