ન્યૂઝ18 ગુજરાતી: જાણીતા ઈતિહાસકાસ રામચંદ્ર ગુહા પોતાના એક ફોટોને લઈને ભાજપના નેતાઓના નિશાન પર આવી ગયા છે. મૂળે, ગુહાએ શુક્રવારે ટ્વીટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ બીફ ખાતા જોવા મળી રહ્યા છે. ફોટોની સાથે પોસ્ટમાં ગુહાએ દાવો કર્યો કે તેઓ ભાજપશાસિત રાજ્ય ગોવાના પ્રવાસે છે, અને ઓલ્ડ ગોવામાં એક શાનદાર સવાર પસાર કર્યા બાદ લંચમાં બીફ ખાઈ રહ્યા છે.
રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું કે, ઓલ્ડ ગોવામાં જાદુઈ સવાર પસાર કર્યા બાદ અમે પણજીમાં લંચ કર્યું, જોકે ગોવા ભાજપ શાસિત રાજ્ય છે, એટલા માટે ઉજવણીમાં બીફ ખાવાનો નિર્ણય કર્યો.
ફોટો પોસ્ટ કર્યા બાદ ગુહા વિવાદોમાં ઘેરાઈ ગયા છે. ભાજપના પૂર્વ સાંસદ બલબીર પુંજે આ ફોટો પર વાંધો ઉઠાવ્યો છે.
After a magical morning in Old Goa we had lunch in Panaji, where—since this is a BJP ruled state—I decided to eat beef in celebration: pic.twitter.com/5UezGXengG
બલબીર પુંજે ટ્વીટ કર્યું કે, તમે બીફ ખાઈને અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી લંચનો આનંદ નથી લઈ રહ્યા, તમે જાણી જોઈને લાખો લોકોના વિશ્વાસને મજાકમાં ઉડાવી રહ્યા છો, આ તમને સૂટ નથી કરતું, એ જોવું મુશ્કેલ નથી કે તમારી સેક્યુલર માનસિક્તાએ કેવી રીતે આપને સંવેદનહીન વ્યક્તિના રૂપમાં બદલી દીધા છે.
ભાજપ સૈદ્ધાંતિક રીતે બીફનો વિરોધ કરે છે. અનેક ભાજપશાસિત રાજ્યોમાં બીફને બેન કરી દેવામાં આવ્યું છે અને ગોવામાં પણ ભાજપની સરકાર છે. જોકે, આ રાજ્યમાં તેને ખાવાને લઈને કોઈ પણ પ્રકારની કોઈ પણ મનાઈ નથી.
નોંધનીય છે કે, ઈતિહાસકાર રામચંદ્ર ગુહા અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા રહ્યા છે એન સરકારની અનેક નીતિઓના પ્રખર આલોચક માનવામાં આવે છે. આજ કારણે અનેકવાર તેમને અનેક પ્રકારના વિરોધનો પણ સામનો કરવો પડે છે.