સાહિબાબાદઃ સેક્સ રેકેટ ચલાવવાનારા લોકો અવનવી રીતે પોતાનો ધંધો ચલાવતા હોય છે. પોલીસથી બચવા માટે એવી યુક્તીઓ અપનાવતા હોય છે જે આપણે વિચારી પણ ન હોય. આવા જ એક સેક્સરેકેટનો (sexracket) પોલીસે પર્દાફાશ કર્યો હતો. ગાઝિયાબાદના (Ghaziabad) ડીએલએફ લોકોનીના સી બ્લોકમાં એક ફ્લેટમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે ફ્લેટમાં રેડ (police raid in flate) પાડીને છ મહિલાઓ સહિત ત્રણ પુરુષોને પકડ્યા હતા. આઠ દિવસ પૂર્વ એક વ્યક્તિએ અહીં આવીને મકાન ભાડે લીધું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
સાહિબાબાદ સીઓ આલોક દુબેના જણાવ્યા પ્રમાણે બાતમી મળી હતી કે ડીએલએફ કોલોનીના સી બ્લોકમાં સ્થિત એક ફ્લેટમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. જેના પગલે રાત્રે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળેથી છ મહિલાઓ અને ત્રણ પુરુષોને દબોચી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી 4800 રૂપિયા સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી.
પોલીસ બધાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મહિલાએ જણાવ્યું કે આઠ દિવસ પહેલા જ એક વ્યક્તિ અહીં ભાડેથી ફ્લેટ લીધો હતો. ત્યારથી અહીં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ભાડુઆત ઘટના સ્થળેથી ફરાર થયો છે. પકડાયેલા આરોપી સમીર અને ફરમાન અને રવિ છે. પોલીસે બધાને જેલમાં ધકેલી દીધા છે.
ફોન ઉપર કરતા હતા સંપર્ક પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પરિવારના રહેવા માટે ફ્લેટ ભાડે લીધો હતો. તેની આડમાં અહીં દેહવેપારનો ધંધો ચલાવતો હતો. ગ્રાહકો સાથે મોબાઈલ ઉપર કોલ કરીને સંપર્ક કરતો હતો. જે પણ જૂના ગ્રાહકોને તે બધાનો ફોન કરીને અહીં સરનામું આપતો હતો. એક સ્થળ ઉપર થોડા દિવસ ધંધો કર્યા બાદ સ્થળ બદલી દેતો હતો.
સ્થાનિક લોકો પોલીસથી છે ગુસ્સે સ્થાનિક લોકોનો આરોપ છે કે અહીં આ પ્રકારના અનેક મામલા પહેલા પણ સામે આવી ચૂક્યા છે. હજી પણ અનેક સ્થળો ઉપર આ પ્રકારના ધંધા ચાલી રહ્યા છે. સાહિબાબાદ પોલીસે આ મામલે અનેકવાર ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે કોઈ એક્સન લીધા ન હતા.
જેના કારણે અહીં રહેનારા લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક લોકોએ અહીં સેક્સ રેકેટ પકડ્યું હતું. અને પોલીસ ઘટના ઉપર પડદો પાડવાની કોશિશ કરી રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર