Home /News /national-international /ભાગ્યશાળી: જમાઈના સ્વાગત માટે સાસુમાંએ બનાવ્યા 379 જાતના પકવાન, 40 ફ્લેવર્ડના તો ભાત બનાવ્યા
ભાગ્યશાળી: જમાઈના સ્વાગત માટે સાસુમાંએ બનાવ્યા 379 જાતના પકવાન, 40 ફ્લેવર્ડના તો ભાત બનાવ્યા
આંધ્ર પ્રદેશમાં અનોખી પરંપરા
આમ તો દરેક જગ્યા પર જમાઈનું સ્વાગત-સત્કાર થાય છે, પણ આંધ્ર પ્રદેશમાં જમાઈને જે રીતે સાચવવામાં આવે છે, એતો માનવું પડે હો... અહીં એક સાસુએ પોતાના જમાઈના સ્વાગત માટે એટલા વ્યંજન બનાવ્યા કે, આપ ગણતા ગણતા થાકી જાવ.
ગોદાવરી: આપણા દેશમાં સૌથી વધારે મહેમાનોમાં જોઈએ, તો જમાઈને ઈજ્જત મળે છે. કારણ કે જમાઈ ખુશ રહેશે તો દીકરી પણ ખુશ રહેશે. આ જ કારણ છે કે, સાસુમાં પોતાના જમાઈનું સારી રીતે ધ્યાન રાખે છે. ખાસ કરીને જો કોઈ વાર તહેવાર હોય તો, તેમના માટે અવનવા પકવાનો બનાવે છે, ભાર દઈને ખવડાવે છે. આ રિવાજ સાથે જોડાયેલ અમુક કહાનીઓ પણ વાયરલ થઈ રહી છે.
આમ તો દરેક જગ્યા પર જમાઈનું સ્વાગત-સત્કાર થાય છે, પણ આંધ્ર પ્રદેશમાં જમાઈને જે રીતે સાચવવામાં આવે છે, એતો માનવું પડે હો... અહીં એક સાસુએ પોતાના જમાઈના સ્વાગત માટે એટલા વ્યંજન બનાવ્યા કે, આપ ગણતા ગણતા થાકી જાવ. આ બધું જ ભોજન સાસુમાએ ઘરે જ બનાવ્યું છે. હાલમાં આવી બે કહાની સામે આવી છે. જ્યાં એક પરિવાર જમાઈના સ્વાગત માટે 4 દિવસ મહેનત કરીને કુલ 173 પકવાન બનાવ્યા હતા, તો વળી એક પરિવારે તો હદ જ કરી નાખી, કારણ કે, તેમણે જમાઈના ટેબલ પર કુલ 379 પકવાનો સજાવેલી થાળી મુકી હતી.
આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમનો એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક દીકરી અને જમાઈના સ્વાગતમાં પરિવાર તરફથી કુલ 379 પકવાન પિરસવામાં આવ્યા હતા. 10 દિવસની મહેનત બાદ સાસરિયાવાળાઓએ જમાઈ માટે ખાવાનું પિરસ્યું તો, જોઈને દંગ રહી ગયા. મકર સંક્રાતિ પર આ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં મળેલી વિગતો અનુસાર, ખાવામાં 40 ફ્લેવર્ડ રાઈસ, 40 કરી, 20 રોટી-ચટણી, 100 મિઠાઈ અને 70 જાતના પીણા હાજર હતા.
સાસુમાએ તૈયાર કર્યા 173 પકવાન
આવો જ એક કિસ્સો પશ્ચિમ ગોદાવરીના ભીમાવરમમાંથી આવ્યો છે. અહીં એક બિઝનેસમેન ટાટાવર્તી બદ્રીએ પોતાના હૈદરાબાદ નિવાસી જમાઈ અને દીકરીના સ્વાગત માટે સંક્રાંતિ પર્વ પર કુલ 173 પકવાનો બનાવ્યો હતો. તેની તસવીરો પણ વાયરલ થઈ છે.
સાસુમાં તેના માટે 4 દિવસ સુધી કામ કરી રહી હતી અને આખરે તેમણે પરંપરાગત ભોજનની સાથે સાથે કંઈક અલગ બનાવ્યું અને દરેક આઈટમનું નામ એક ફ્લેગ પર લખ્યું હતું. આપને જણાવી દઈએ કે, ગોદાવરીમાં જમાઈના સ્વાગત માટે આ પ્રકારની દાવત આપવી અહીંની પરંપરા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર