Home /News /national-international /

આંધ્રપ્રદેશમાં એક પરિવારે 15 મહિનાઓ સુધી પોતાની જાતને કેદ કરી દીધી, કારણ જાણી બધા જ ચોંકી ગયા

આંધ્રપ્રદેશમાં એક પરિવારે 15 મહિનાઓ સુધી પોતાની જાતને કેદ કરી દીધી, કારણ જાણી બધા જ ચોંકી ગયા

પ્રતિકાત્મક તસવીર

સરપંચે જણાવ્યું કે, પરિવારના સભ્યો શૌચ પણ તંબુના અંદર જ કરતા હતા, જો હજુ થોડો વધારે સમય આવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હોત તો, તેમનું જીવન જોખમમાં મુકાઈ ગયું હોત

  અમરાવતી : આંધ્રપ્રદેશ પોલીસે એક પરિવારને નજરકેદમાંથી મુક્ત કરાવ્યા છે. ખાસ વાત એ છે કે, આ કેદને પરિવારે કુદ પસંદ કરી હતી. હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, રાજ્યના કદાલી ગામમાં Covid -19ના સંક્રમણથી ડરી ગયેલા એક પરિવારે પોતાની જાતને 15 મહિનાથી એક તંબુ જેવા મકાનમાં નજરકેદ કરી દીધો હતો. કદાલી ગામના સરપંચ ચતુપ્લા ગુરુનાથના જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસના ડરથી ખુદને બચાવવા માટે છુટ્ટુગલ્લા બેન્ની, તેમની પત્ની અને બે બાળકો છેલ્લા 15 મહિનાથી એક મકાનમાં કેદ હતા.

  આ મામલો ત્યારે પ્રકાશમાં જ્યારે ગામનો એક સ્વયંસેવક તેમને મળવા ટેન્ટ હાઉસ પહોંચ્યો. ઉલ્લેખનીય છે કે, સરકારી યોજના હેઠળ, તેને કોઈ પ્લોટ માટે પરવાનગી મેળવવા માટે આ પરિવારના સભ્યના અંગૂઠાની જરૂર હતી. જ્યારે સ્વયંસેવકના કહેવા પર આ પરિવારના સભ્યોએ બહાર આવવાની ના પાડી દીધી હતી, ત્યારે તેમણે ગામના સરપંચ અને અન્ય લોકોને આ પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

  આ પણ વાંચોઆ વૃદ્ધ મહિલા ભીખ માંગી રહી, વૃદ્ધાની પીડા - ' 20 જમીનની માલિક હતી, ભગવાન આવો પુત્ર કોઈને ન આપે'

  સ્વયંસેવકે જ્યારે તેમને બહાર બોલાવ્યા, ત્યારે પરિવારના સભ્યોએ કહ્યું કે, જો તે બહાર આવશે તો તે મરી જશે. સરપંચને સ્વયંસેવક પાસેથી આ અંગેની જાણ થતાં તે તાત્કાલિક તે સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ પોલીસની મદદથી તેમને સમજાવી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

  સરપંચે જણાવ્યું કે, પરિવારના સભ્યો શૌચ પણ તંબુના અંદર જ કરતા હતા, જો હજુ થોડો વધારે સમય આવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હોત તો, તેમનું જીવન જોખમમાં મુકાઈ ગયું હોત. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19ના 19, 46, 749 કેસ સામે આવ્યા છેે, જ્યારે 13,197 લોકોના મોત નોંધાયા છે.

  આ પણ વાંચો - કાળઝાળ ગરમી: દુબઈએ આ ગજબ Technologyનો કર્યો ઉપયોગ, વાદળોને ઇલેક્ટ્રિક શોક આપી કર્યો જોરદાર વરસાદ

  ત્યારે બુધવારે રાજ્યમાં 2,527 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 2412 લોકો સાજા થયા હતા અને 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સક્રિય કેસોમાં પણ આંશિક વધારો થતો જોવા મળી રહ્યો છે. અને કોવિડ -19નો સક્રિય દર 8.2 નોંધાયો હતો.

  રાજ્ય સરકારે બુધવારે કોવિડ -19ને કારણે રાત્રી કર્ફ્યુને 30 જુલાઇ સુધી વધાર્યો છે. આ કરપ્યી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. કોવિડ -19 ની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Andhra Pradesh

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन