'પુત્ર વગર નહીં જીવી શકાય.. દુનિયા છોડીને જઉ છું', પતિ-પત્ની અને બે પુત્રીઓએ ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું

'પુત્ર વગર નહીં જીવી શકાય.. દુનિયા છોડીને જઉ છું', પતિ-પત્ની અને બે પુત્રીઓએ ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું
મૃતક પુત્ર સહિત આખા પરિવારની તસવીર

મૃતક હનુમાન પ્રસાદ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દિવંગત મદનલાલ સૈનીના ભત્રીજા હતા. 27 ડિસેમ્બરે તેમનો 18 વર્ષના એકનાએક પુત્ર અમરનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું.

 • Share this:
  સીકરઃ પુત્રને ખોવાનું દુઃખ માતા-પિતા જિંદગીભર ભૂલી શકતા નથી. તેના જવાથી બધી જ ખુશીઓ જતી રહે છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના રાજસ્થાનના (Rajasthan) સીકરમાં સામે આવી છે. એકના એક પુત્રના મોતના ગમમાં આખો પરિવાર ડિપ્રેશનમાં (whole family in Depression) આવી ગયો હતો. બધાનું દિલ તૂટી ગયું હતું. અંતે પતિ-પત્નીએ પોતાની બે પુત્રીઓ સાથે આત્મહત્યા (family committed sucide) કરી લીધી હતી. મરતા પહેલા વ્યક્તિએ એક ઈમોશન સૂસાઈડ નોટ (suicide) લખી હતી. જેમાં લખ્યું હતું કે, પોતાના પુત્ર વગર જીવી નહીં શકું. તેને ક્યારે ભુલાવી નહીં શકું. એટલા માટે દુનિયા છોડીને જઉં છું.

  આ ઘટના રવિવારે રાત્રે સીકરના પુરોહિત જી ઢાણી વિસ્તારમાં ઘટી હતી. 48 વર્ષીય હનુમાન પ્રસાદ સૈનીની 45 વર્ષીય પત્ની તારા, 2 પુત્રીઓ પૂજા અને અન્નુની સાથે રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક હનુમાન પ્રસાદ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દિવંગત મદનલાલ સૈનીના ભત્રીજા હતા. 27 ડિસેમ્બરે તેમનો 18 વર્ષના એકનાએક પુત્ર અમરનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું.  હનુમાન પ્રસાદ સરકારી સ્કૂલમાં ચોથા વર્ગના કર્મચારી હતા. તેમના પત્ની હાઉસ વાઈફ હતી જ્યારે 24 વર્ષીય પુત્રી પુજા એમએસસી અને 22 વર્ષીય પુત્રી બીએસઈ કરી રહી હતી. પુત્રના મોત બાદ આખો પરિવાર એટલો બધો તૂટી ગયો હતો કે હનુમાન પ્રસાદ માત્ર ડ્યૂટી કરવા માટે ઘરની બહાર નીકળતા હતા જ્યારે પત્ની અને પુત્રીઓ ઘરમાં જ રહેતી હતી. ઘણા દિવસોથી તેઓ અડશી-પડોશી સાથે વાત પણ કરતા ન હતા.

  આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

  રવિવારે સાંજે હનુમાન દરરોજની માફક ઘરે દૂધવાળો દૂધ આપવા આવ્યો હતો. ઘણા સમય સુધી દરવાજો ખટખટાવ્યો. પણ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યાર બાદ પરિવારના લોકોને મોબાઈલ પર કોલ કર્યો. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ દૂધવાળાએ હનુમાનના નાના ભાઈ ઘનશ્યામના દીકરા યુવરાજને ફોન કર્યો, જે અમરના મૃત્યુ બાદ હનુમાન સાથે જ રહેતો હતો. યુવરાજે તેના પિતા તેમ જ હનુમાનના મોબાઈલ પર ફોન કર્યો.

  આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

  ઘટનાસ્થળ પર પહેલા હનુમાનના કાકાનો છોકરો કપિલ સૈની આવ્યો. તેણે મુખ્ય દરવાજો ખોલી અંદર લાકડાના દરવાજાને ધક્કો માર્યો તો તે ખુલી ગયો. રૂમમાં જોયુ તો કપિલના હોશ ઊડી ગયા. હનુમાન સહિત પરિવારના ચારેય સભ્ય ફાંસી પર લટકતા હતા. કપિલે તાત્કાલિક ઘનશ્યામને ફોન કર્યો. પોલીસને જાણ કરી. પરિવારના અન્ય સભ્યો પણ આવી પહોંચ્યા. આ ઘટના સ્થળ પરથી 2 પેજની સુસાઈડ નોટ મળી આવી છે,જેમાં પોતાના દીકરાનું 27 સપ્ટેમ્બર,2020ના રોજ થયેલા મૃત્યુનો આઘાત સહન નહીં થવાથી સમગ્ર પરિવારે આ આકરું પગલું ભર્યાંની તેમ જ પોલીસે આ માટે કોઈને જવાબદાર નહીં ઠરાવી કોઈને પરેશાન નહીં કરવા કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  પડોશીઓએ કહ્યું હતું કે લોખંડના જે ગેઝથી ચારેય મૃતદેહ લટકતા મળી આવ્યા તે રૂમમાં અગાઉ ન હતા. તેને 4 દિવસ અગાઉ જ મિસ્ત્રીને બોલાવી લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં જે દોરડાથી મૃતદેહ લટકતો હતો તે એક જ દોરડાના ટૂકડા હતા અને તે નવું દોરડુ હતું. આ સંજોગોમાં એવી આશંકા છે કે પરિવાર ઘણા દિવસો અગાઉ સામૂહિક રીતે આત્મહત્યા કરવાની યોજના ધરાવતો હતો. દિકરાના મૃત્યુ બાદ હનુમાન અવાર-નવાર નાના ભાઈ સુરેશ અને ઘનશ્યામને કહેતો હતો કે હવે હું નહીં જીવું.  ઘટનાસ્થળ પર પોલીસે જણાવ્યું કે ચારેય એક પલંગ પર ચડી ગયા અને ફાંસી લગાવી દીધી. ત્યાર બાદ પલંગને પગ વડે પાડી દીધો. કારણ કે જ્યાં મૃતદેહ લટકતા હતા ત્યાં નીચે પલંગ પડી ગયેલી સ્થિતિમાં હતો. તપાસમાં એવું પણ માલૂમ પડ્યું છે કે હનુમાન અને તેની પત્ની તારાએ સવારે ભોજન કર્યાં બાદ સુસાઈડ નોંધ લખી. ત્યારબાદ નાના ભાઈ સાથે ફોન પર વાત કરી અને બાદમાં બપોરના સમયે આત્મહત્યા કરી લીધી. જીવ આપતા પહેલા પરિવારે રૂમમાં દીકરા અમરના ફોટોની સામે તેનું કડું અને જન્મ સમયના વાળ રાખી દીધા હતા.
  Published by:ankit patel
  First published:February 22, 2021, 16:35 pm

  ટૉપ ન્યૂઝ