Home /News /national-international /

Viral News: સોમાલિયાથી આયાત કરાયેલા કેળામાં ઝેરી જંતુ હોવાનો વીડિયો વાયરલ, ફેક્ટ-ચેક બાદ હકીકત આવી સામે

Viral News: સોમાલિયાથી આયાત કરાયેલા કેળામાં ઝેરી જંતુ હોવાનો વીડિયો વાયરલ, ફેક્ટ-ચેક બાદ હકીકત આવી સામે

સોમાલિયાતી આયાત કરાયેલા કેળામાં ઝેરી જંતુ હોવાનો વીડિયો વાયરલ

Viral News: સોમાલિયાથી 500 ટન કેળાનો જથ્થો ભારત લાવવામાં આવ્યો છે. જેમાં ‘હેલિકોબેક્ટર’નામનું કૃમિ છે. દાવા પ્રમાણે, આ કેળાને ખાધા બાદ ઝાડા, ઉલટી, ઉબકા આવવા અને માથું દુખાવુ જેવા લક્ષણ દેખાશે અને 12 કલાક બાદ કેળુ ખાધેલા વ્યક્તિની મોત થઈ જશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કેળું કાપી રહ્યો છે. આ વ્યક્તિ ભારતીય ભાષામાં વાત નથી કરી રહ્યો. આ વીડિયો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે, સોમાલિયાથી 500 ટન કેળાનો જથ્થો ભારત લાવવામાં આવ્યો છે. જેમાં ‘હેલિકોબેક્ટર’નામનું કૃમિ છે. દાવા પ્રમાણે, આ કેળાને ખાધા બાદ ઝાડા, ઉલટી, ઉબકા આવવા અને માથું દુખાવુ જેવા લક્ષણ દેખાશે અને 12 કલાક બાદ કેળુ ખાધેલા વ્યક્તિની મોત થઈ જશે.

  આ વીડિયો ખાસ કરીને વ્હોટ્સએપ પર વાયરલ થયો છે. અલ્ટ ન્યૂઝના વ્હોટ્સએપ નંબર (+91 76000 11160) પર આ દાવાની હકીકત જાણવા માટે કેટલીય રિક્વેસ્ટ આવી છે.

  વાયરલ મેસેજઃ નમસ્કાર મિત્રો, કુપા કરીને આ વીડિયોને વધારેમાં વધારે શેર કરો. હાલમાં જ સોમાલિયાથી 500 ટન કેળા ભારતના બજારોમા પહોચ્યા છે. જેમાં હેલિકોબેક્ટર નામનુ એક કૃમિ છે, આપણા પેટમાં આ ઝેરી કેળુ જઈ રહ્યુ છે, જેનાથી ઝાડા, ઉલટી, ઉબકા આવવા અને માથામાં દુખાવો જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે અને 12 કલાક બાદ વ્યક્તિની બ્રેઈન ડેથના કારણે મોત થઈ જાય છે. કૃપા કરીને આ કેળા ખરીદવા અને ખાવાથી દૂર રહો, જો તમે આ કેળાને ખરીદો છો, તો તેને અંદર સુધી ખોલીને જુઓ.

  શું સોમાલિયાએ ભારતને 500 ટન કેળાની નિકાસ કરી?


  હકીકતામાં સોમાલિયાથી કેળાની નિકાસ કરવામાં આવે છે. સોમાલિયા સરકારની રોકાણ પ્રમોશન ઓફિસ SOMINVEST નું કહેવુ છે કે, કેળામાં રોકાણનો દર ઘણો વધારે છે. આ વર્ષની શરૂઆતમાં SOMIVEST એ ટ્વીટ કર્યુ, ‘સોમાલિયાના કેળા દુનિયાભરમાં સૌથી વધારે નિકાસ કરાયેલ પાક હતો જે એક વૈશ્વિક બ્રાન્ડ બન્યું’ મીડિયા રિપોર્ટસ અનુસાર, Alt ન્યૂઝને ખબર પડી કે, 2020માં સોમાલિયાએ સાઉદી અરેબિયા અને તુર્કીને કેળાનો 17 ટન પાક નિકાસ કર્યો હતો.

  એવી કોઈ જ રિપોર્ટ નથી કે, જેમાં જણાવવામાં આવ્યુ હોય કે, સોમાલિયાએ ભારતને 500 ટન કેળાની નિકાસ કરી હોય. આ ઉપરાંત, ભારતના વેપાર વિભાગના આંકડા અનુસાર, ભારત કેળાની આયાત કરતુ નથી.  આ પણ વાંચોઃ  બે મોં અને ચાર આંખોવાળી માછલીનો વીડિયો વાયરલ, સામાન્ય લોકોની સાથે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં મૂકાયા

  શું હેલિકોબેક્ટર એક ઝેરી જંતુ છે


  કેન્સર અનુસંધાન માટે અમેરિકી સરકારની મુખ્ય એજન્સી, નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યૂટની વેબસાઈટ cancer[dot]gov ના અનુસાર, હેલિકોબેક્ટર પાઈલોરી એક પ્રકારનું જીવાણું છે, જેના કારણે પેટના નાના આંતરડામાં બળતરા અને અલ્સર થાય છે.

  આ બેક્ટેરીયાની શોધ બેરી જે. માર્શલ અને જે. રોબિન વોરેને કરી હતી. તેમણે 2005માં હેલિકોબેક્ટર પાઈલોરીની શોધ અને ગેસ્ટ્રાઈટિસ અને પેપ્ટીક અલ્સર રોગમાં હેલિકોબેક્ટર પાઈલોરીની ભૂમિકા માટે નોબેલ એવોર્ડ મળ્યો હતો. નોબેલ એવોર્ડ પ્રેસ રિલીઝના પ્રમાણે, તેને એક પરમાણું જીવજંતુના રૂપમાં પણ પરિભાષિત કરવામાં આવ્યો છે. તે એટલા નાના હોય છે કે, નરી આંખે પણ તેમને જોઈ શકાતા નથી.

  Alt ન્યૂઝે પૂણે સ્થિત ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડૉ.પ્રસાદ ભાટે સાથે વાત કરી. તેમણે કહ્યુ કે, ‘હેલિકોબેક્ટર પેટના કેન્સરનું કારણ બની શકે છે, જે ઘાતક છે. પરંતુ આનાથી ક્યારેય કલાકોની અંદર મોત થતી નથી. સામાન્ય રીતે શરીર અને બેક્ટેરિયા વચ્ચે પરસ્પર ક્રિયાના આધાર પર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પેથોલોજીના વિકાસમાં મહીનાઓ કે વર્ષો લાગે છે.

  બધા જ સ્ત્રોતો અનુસાર, હેલિકોબેક્ટર એક ઝેરી જંતુ નથી. આનાથી માત્ર કલાકોમાં જ કોઈ વ્યક્તિની મોત થઈ શકતી નથી.

  આ પણ વાંચોઃ સિંહોની સુરક્ષા કરતા SRPFના જવાનો થાક્યા ,આવા મેસેજ થયા વાયરલ

  કેળા પર રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું નિવેદન


  વીડિયોમાં બતાવવામાં આવેલી કેળાની ખરાબીને સમજવા માટે Alt ન્યૂઝે વાયરલ વીડિયો સાથે તમિલનાડુ સ્થિત કેળાના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રને સવાલ પૂછ્યો.

  તેમણે જણાવ્યુ કે, ‘વીડિયોમાં પાખ વગરાનુ દોરી જેવુ દેખાતુ કૃમિ કોઈ જંતુ નથી, માત્ર આકાર જ કીડા જેવો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત, ‘હેલિકોબેક્ટર’ને નરી આંખે જોઈ શકાતો નથી. આ બેક્ટેરિયાને માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. આ ઉપરાંત, આ પ્રકારના કોઈ જ જંતુ ક્યાય મળી આવ્યા નથી કે જેનાથી કેળા સંક્રમિત થઈ શકે. બીજી એક હકીકત એ છે કે, ભારતે સોમાલિયા પાસેથી કેળાની આયાત કરી નથી.

  આપણા ફેક્ટ-ચેક પહેલા, સંયુક્ત અરબ અમીરાત સ્થિત મીડિયા આઉટલેટ BARQ ના અબૂ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ આ દાવાને રદિયો આપતા એક નિવેદન બહાર પાડ્યુ હતું. જાણકારી અનુસાર, આ દાવો પહેલા સંયુક્ત અરબ અમીરાતમાં વાયરલ થયો હતો.

  સત્ય એ છે કે, કેળું કાપતા એક વ્યક્તિનો વીડિયો તે ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે કે, આમાં ‘હેલિકોબેક્ટર’નામના ઝેરી કૃમિ છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Fake News, Viral news, Viral videos

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन