લંડન. બ્રિટન (Britain)ની રાજધાની લંડન (London)માં ભારતીય હાઇકમિશન (Indian Commission)એ ભારત (India)માં કૃષિ કાયદાઓની (Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)ની વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર અને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દાને લઈ એક ઇ-પિટિશન પર કેટલાક સાંસદો વચ્ચે થયેલી ચર્ચાની નિંદા કરી છે.
ભારતીય હાઇકમિશને સોમવાર સાંજે બ્રિટનના સંસદ પરિસરમાં થયેલી ચર્ચાની નિંદા કરતા કહ્યું કે, આ એક તરફી ચર્ચામાં ખોટા દાવા કરવામાં આવ્યા છે. હાઇ કમિશને એક નિવેદનમાં કહ્યું કે, ખૂબ જ અફસોસ છે કે એક સંતુલિત ચર્ચાને બદલે કોઈ મજબૂત આધાર વગર જ ખોટા દાવા કરવામાં આવ્યા...તેનાથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પૈકી એક અને તેના સંસ્થાનો પર સવાલ ઊભા કર્યા છે.
આ ચર્ચા એક લાખથી વધુ લોકોના હસ્તાક્ષરવાળી ઇ-પિટિશન પર કરવામાં આવી. ભારતીય હાઇ કમિશને આ ચર્ચા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જોકે, બ્રિટનની સરકાર પહેલા પણ ભારતના ત્રણ નવા કૃષિ કાયદાના મુદ્દાને ભારતનો ઘરેલુ મામલો ગણાવી ચૂકી છે.
બ્રિટિશ સરકારે ભારતની મહત્તાને રેખાંકિત કરતા કહ્યું કે, ભારત અને બ્રિટન, સંયુક્ત રાષ્ર્પ સુરક્ષા પરિષદમાં સારા હેતુ માટે એક દળના રૂપમાં કામ કરે છે અને બંને દેશોની વચ્ચે દ્વીપક્ષીય સહયોગ અનેક વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે.
" isDesktop="true" id="1078287" >
ભારતીય હાઇકમિશને કહ્યું કે, તેને આ ચર્ચા પર પ્રતિક્રિયા આપવી પડી કારણ કે તેમાં ભારતને લઈ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર