FakevsFacts: છેલ્લા થોડા દિવસોમાં ફેલાયેલા જુઠ્ઠાણા અને તેની સત્ય હકીકતો

News18 Gujarati
Updated: April 12, 2019, 4:10 PM IST
FakevsFacts: છેલ્લા થોડા દિવસોમાં ફેલાયેલા જુઠ્ઠાણા અને તેની સત્ય હકીકતો
પ્રતિકાત્મક તસવીર

ભાજપનાં મુઝફ્ફર બેઠકનાં ઉમેદવાર સંજીવ બલ્યાણે કહ્યું હતુ કે, બુરખામાં આવતી મહિલાઓ બોગ્ગસ મતદાન કરે છે પણ હકીકત કંઇક બીજી છે.

  • Share this:
સત્ય વિરુદ્ધ જુઠાણું1

ખોટુ નિવેદન: ભાજપનાં મુઝફ્ફર બેઠકનાં ઉમેદવાર સંજીવ બલ્યાણે કહ્યું કે, બુરખામાં આવતી મહિલાઓ બોગ્ગસ મતદાન કરે છે.

હકીકત: ચૂંટણી પંચનાં કર્મચારીઓ દરેક મતદાતાને ચોક્કસાઇથી ચકાસ્યા બાદ જ મતદાન કરવા દે છે.

બેકગ્રાઉન્ડ: મુઝ્ઝફરનગર બેઠકમાં કોમી-તંગદિલી ફેલાયેલી રહે છે. આ બેઠકમાં 16 લાખ મતદારો છે. જેમાં 5 લાખ મહિલા મતદારો છે. ભાજપનાં બલ્યાણની સામે રાષ્ટ્રિય લોકતાંત્કિક દળનાં અજીત સિંઘ છે. અજીત સિંઘને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો ટેકો છે.

સત્ય વિરુદ્ધ જુઠાણું2

જુઠ્ઠાણું: આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુએ કહ્યું કે, 30 ટકા ઇવીએમ મીશન કામ કરતા નથી.હકીકત: ચૂંટણી પંચે કહ્યું કે, માત્ર 0.01 % ઇવીએમ જ કામ કરતા નથી.
બેકગ્રાઉન્ડ: આંધ્રપ્રદેશમાં 175 વિધાનસભા બેઠકો અને 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. આંધ્રપ્રદેશમાં ત્રિપાંખીયો જંગ હતો. જેમાં તેલુગુ દેશમ પાર્ટી, વાય.એસ. જગનમોહન રેડ્ડીની પાર્ટી અને અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટીનો સમાવેશ થાય છે.

સત્ય વિરુદ્ધ જુઠાણું3

જુઠ્ઠાણું: ફાંસમાં તાલીમબદ્ધ પાકિસ્તાનનાં પાયલોટો કતાર એરફોર્સ માટે રફાઇલ જેટ ઉડાડશે.

હકીકત: ફ્રાંસનાં ભારતનાં રાજૂદત એલેક્ઝાન્ડર ઝેગ્લેરે કહ્યું કે, ફ્રાંન્સે ક્યારેય પાકિસ્તાનનાં પાયલોટોને રાફેલ જેટ ઉડાડવાની તાલીમ આપી નથી.

બેકગ્રાઉન્ડ: ainonline.com નામની વેબસાઇટે એવો દાવો કર્યો હતો કે, નવેમ્બર 2017માં ફ્રાંન્સમાં પહેલી બેચમાં કતાર માટે તાલીમ પામેલા પાયલોટો પાકિસ્તાની હતા. જો કે, કતારે રફાઇલ જેટની ડિલીવટી ફેબ્રુઆરી 2019માં મેળવી. રફાઇલ જેટનુ ઉત્પાદન કરતી ડસોલ્ટ કંપનીએ આપેલી માહિતી પ્રમાણે, કતારે 24 રફાઇલ જેટ માટે 2015માં કરાર કર્યા હતા. ડિસેમ્બર 2017માં કતારે બીજા 12 ફાઇટર જેટ માટે કરાર કર્યા હતા. કતારે 24 જેટ ખરીદવા માટેનો કરાર 6.3 યુરો બિલીયનમાં કર્યો હતો.
First published: April 12, 2019, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading