શું અડવાણીએ આ વખતે કોંગ્રેસને આપ્યો વોટ? જાણો વાયરલ તસવીરની હકીકત

News18 Gujarati
Updated: April 28, 2019, 1:24 PM IST
શું અડવાણીએ આ વખતે કોંગ્રેસને આપ્યો વોટ? જાણો વાયરલ તસવીરની હકીકત
લાલકૃષ્ણ અડવાણી (PTI)

વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર અડવાણીની જે તસવીર શેર કરવામાં આવી રહી છે, તે લગભગ એક દાયકા જૂની છે

  • Share this:
શું બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ લોકસભા ચૂંટણીમાં બીજેપીને બદલે કોંગ્રેસને પોતાનો વોટ આપ્યો? મૂળે, સોશિયલ મીડિયાર પર અડવાણીની એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેના માધ્યમથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓએ ત્રીજા ચરણના મતદાન દરમિયાન કોંગ્રેસ માટે મતદાન કર્યું. જોકે, આ દાવો ખોટા પુરવાર થયો છે.

દેશના નાયબ-વડાપ્રધાન રહી ચૂકેલા અડવાણીએ 23 એપ્રિલે અમદાવાદની શાહપુર હિન્દી સ્કૂલમાં મતદાન કર્યું હતું, પરંતુ વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર તેમની જે તસવીર શેર કરવામાં આવી રહી છે, તે લગભગ એક દાયકા જૂની છે. મળતી જાણકારી મુજબ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અડવાણીની આ તસવીર 2009ની લોકસભા ચૂંટણીની છે. આ તસવીરમાં અડવાણી વોટિંગ બાદ પોતાની આંગળી દર્શાવી રહ્યા છે, જેની પર વાદળી રંગનું નિશાન લાગેલું છે.

સોશિયલ મીડિયા પર કેટલાક ગ્રુપ આ તસવીરને 2019નો કહીને એક મેસેજની સાથે શેર કરી રહ્યા છે. તસવીરમાં લખ્યું છે- 70 પ્લસ બાદ જીવનના આ પડાવ પર મેં પહેલીવાર ભારતીય નેશનલ કોંગ્રેસ માટે વોટ આપ્યો. તેના માટે હું મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું. રાહુલ ગાંધી તેના સૌથી વધુ હકદાર છે.


- લાલકૃષ્ણ અડવાણી, અમદાવાદ, 23 એપ્રિલ 2019

જુઓ, વોટ્સએપનો સ્ક્રીન શોટ-

91 વર્ષીય અડવાણી 1991થી ગુજરાતની ગાંધીનગર સીટનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ તેમને ટિકિટ નથી આપી. બીજેપી ચીફ અમિત શાહ આ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

ગૂગલ પર રિવર્સ ઈમેજ સર્ચ કરતાં સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો ખોટો પુરવાર થયો છે. અડવાણીની જે તસવીર શેર કરવામાં આવી રહી છે, તે 23 એપ્રિલ 2019ની નહીં પરંતુ 30 એપ્રિલ 2009ની છે. AFP ફોરમ વેબસાઇટ પર સર્ચ કરવાથી અમને ઓરિજનલ તસવીર મળી છે, જેને તમે જોઈ શકો છો.

તેનું કેપ્શન છે- 'ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડાપ્રધાન ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી (ડાબે)એ પોતાની પત્ની કમલા અડવાણી (વચ્ચે) અને દીકરી પ્રતિભા (જમણે)ની સાથે 30 એપ્રિલ 2009ના રોજ અમદાવાદમાં મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં.'

ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ, 23 એપ્રિલના રોજ ત્રીજા ચરણના મતદાન દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદમાં મતદાન કર્યું હતું. તે સમયે તેઓએ વાદળી રંગનો વેસ્ટકોટ પહેર્યો હતો, જ્યારે 2009ની તસવીરમાં અડવાણી કાળા રંગના કોટમાં જોવા મળી રહ્યા છે. એવામાં સ્પષ્ટ છે કે આ તસવીર ફેક છે.
First published: April 28, 2019, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading