Home /News /national-international /અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ પોતાનો પ્રેમ મેળવવા કામવાળી 'પોલીસ' બનીને તેના પ્રેમીના ઘરે પહોંચી
અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ પોતાનો પ્રેમ મેળવવા કામવાળી 'પોલીસ' બનીને તેના પ્રેમીના ઘરે પહોંચી
બિહારમાં અજબ પ્રેમ કી ગજબ કહાની
Bihar Police: યુવતી પોલીસકર્મીના ઘરે સફાઈકામ કરતી હતી. આ દરમિયાન તેને રોંગ નંબર દ્વારા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ પ્રેમ કહાનીમાં ભંગાણ પાડતા પ્રેમિકાએ પોતાના પ્રેમીને ડરાવવા માટે જે પ્લાન બનાવ્યો તેની ભારે ચર્ચા થઈ રહી છે. મહિલાની પ્રેમ કહાનીને અજબ પ્રેમ કી ગજબ કહાની નામ આપીને તેની ચર્ચા કરવામાં આવી રહી છે.
અંકિત કુમાર સિંહ, બિહાર: બિહારના સીવાનમાં એક આશ્ચર્યમાં પડી જવાય તેવી ઘટના બની છે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પ્રેમીને પામવા માટે એક કામવાળી મહિલા નકલી પોલીસકર્મી બની ગઈ હતી. પહેલા તો મહિલાએ પરણિત પ્રેમી સાથે વાત શરુ કરી હતી. જે પછી બન્ને વચ્ચે પ્રેમનો પારો ઉપર ચઢવા લાગ્યો હતો અને પછી બન્નેનો પ્રેમ લગ્ન સુધી પહોંચી ગયો હતો. જ્યારે મામલો વધારે બગડ્યો તો પ્રેમિકાએ નકલી પોલીસકર્મી બનીને રોફ મારવાના શરુ કરી દીધા હતા. પ્રેમિકાએ પ્રેમીના ઘરે પહોંચીને તેને ધમકાવવાનું શરુ કરી દીધું હતું. જ્યારે મામલો વધારે પરેશાન કરવા લાગ્યો તો પ્રેમીએ આ અંગે ફરિયાદ કરી દીધી હતી. જે બાદ સીવનમાં આ અજબ પ્રેમની ગજબ કહાની વધારે ચર્ચામાં આવી ગઈ છે.
એક રોંગ નંબરના કારણે બન્ને વચ્ચે પહેલીવાર વાતચીત થઈ હતી. આ પછી બન્ને વાતચીત કરવાનું શરુ કર્યું હતું. જે પછી વાત આગળ વધતી ગઈ અને તે પ્રેમમાં પરિણમી હતી. આ પછી બન્ને એકબીજાથી અલગ રહી શકતા નહોતા અને તેમણે દેવધર જઈને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જોકે, તેમનું લગ્ન જીવન લાંબો સમય ટક્યું નહોતું અને બન્નેના પ્રેમ સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.
પોતાના પ્રેમને પામવા માટે સફાઈ કામગીરી કરતી મહિલા પોલીસકર્મી બની ગઈ અને પ્રેમીના ઘરે પહોંચી હતી. ઘરે ઝઘડો વધતો જોઈને પ્રેમીએ આ મામલે પોલીસને જાણ કરી દીધી હતી. જે પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો લોકોએ પ્રેમિકાને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે મહિલાનું નામ રુખસાર છે અને તે પટનામાં એક પોલીસકર્મીના ઘરે સફાઈ કામગીરી કરે છે.
કોરોના કાળમાં બન્ને થયો હતો પ્રેમ
સીવાન પોલીસે જણાવ્યું કે, નકલી પોલીસકર્મી બનેલી મહિલાની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે. આરોપી રુખસારને કોરોના કાળમાં આવેલા રોંગ નંબર પર સુધીર સાથે પ્રેમ થઈ ગયો હતો અને બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જે પછી દેવધરમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા. પટનામાં બન્ને સાથે રહેવા લાગ્યા હતા. જોકે, થોડા સમય પછી તેના પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. જેના કારણે પોતાના પતિને ડરાવવા માટે પોલીસની વરદીમાં તે પ્રેમીને મળવા માટે પહોંચી હતી.
પોલીસે મહિલાની ધરપકડ કરીને કાર્યવાહી કરી
સીવાન પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસપી શૈલેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે પોલીસને નકલી પોલીસકર્મી અંગે માહિતી મળી હતી જે અંગે તેની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે તપાસ બાદ આખી ઘટના શું છે તે સ્પષ્ટ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર