સાવધાન! મહિલા નકલી ASI બનીને માસ્ક વગરના લોકો પાસેથી વસૂલતી હતી દંડ, આવી રીતે ફૂટ્યો ભાંડો

News18 Gujarati
Updated: August 13, 2020, 8:00 PM IST
સાવધાન! મહિલા નકલી ASI બનીને માસ્ક વગરના લોકો પાસેથી વસૂલતી હતી દંડ, આવી રીતે ફૂટ્યો ભાંડો
મહિલા આરોપીની તસવીર

પોલીસ પ્રમાણે તમન્ના જહાં નામની એક મહિલા પોલીસ વર્દી પહેરીને ખભા ઉપર એક સ્ટાર લગાવીને પોતાને ASI ગણાવતી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ અત્યારે દેશમાં કોરોના મહામારી (corona pandemic) વચ્ચે દરેક લોકોને માસ્ક (mask) લગાવવું ફરજિયાત છે ત્યારે રાજધાની દિલ્હીમાં (Delhi) એક સનસેનીખેસ મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે (Delhi police) એક નકલી મહિલા ASIને ધરપકડ કરી છે. પોલીસ પ્રમાણે તમન્ના જહાં નામની એક મહિલા પોલીસ વર્દી પહેરીને ખભા ઉપર એક સ્ટાર લગાવીને પોતાને ASI ગણાવતી હતી. અને હાથમાં ચલાન બુક રાખતી હતી. જો કોઈ માસ્ક વગરના લોકોને પકડતી હતી અને તેમની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલતી હતી.

તમન્ના એવી રીતે વર્દી પહેરીને સામે આવતી હતી કે કોઈ પોલીસ કર્મચારી પણ તેને ઓળખી ન શકે. તમન્ના નેમ પ્લેટ પણ લગાવતી હતી અને કડકાઈ સાથે લોકો સાથે વાત કરતી હતી જેથી કરીને તેના ઉપર કોઈને બિલકૂલ શક ન જાય.

દરરોજની જેમ બુધવારે પણ તમન્ના સવારના સમયે વર્દી પહેરીને ઘરેથી ચલાન બુક લઈને શિકારની શોધમાં નીકળી હતી. પરંતુ બુધવારનો દિવસ તમન્ના માટે સારો ન રહ્યો. જ્યારે તમન્ના માસ્ક વગરના એક વ્યક્તિને રોકીને દંડ ભવાનું કહેતા એ વ્યક્તિને તેના ઉપર શક ગયો હતો. તેણે તરત જ તિલક નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ-પુત્રએ મુંડન, તર્પણ વિધિ કર્યા બાદ પિતાની કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચોઃ-વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ video

આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરોતિલક નગર પોલીસની એક ટીમ તરત જ સ્થળ ઉપર પહોંચી અને મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે તમન્નાએ નકલી ચલાન બુક, નકલી વર્દી અને નકલી નેમ પ્લેટ ક્યાંથી બનાવી હતી.


ઉલ્લેખનીય છે કે અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે. અને સરકાર પણ લોકોને કોરોના સામે રક્ષણ આપવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં દરેક વ્યક્તિએ માસ્ક લગાવવાનું ફરજિયાત છે. જો માસ્ક ન પહેરે તો તેની સામે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તંત્રના અધિકારીઓ પણ લોકોને માસ્ક પહેરવા માટે ફરજ પાડી રહ્યા છે અને માસ્ક વગરના લોકો પાસેથી દંડ પણ વસૂલી રહ્યા છે.
Published by: ankit patel
First published: August 13, 2020, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading