ફ્લાઈટમાં દિલ્હી આવતો હતો નકલી IPS અધિકારી, લક્ઝરી કાર ચોરીને લઈ જતો હતો મણિપુર

News18 Gujarati
Updated: September 18, 2020, 10:21 PM IST
ફ્લાઈટમાં દિલ્હી આવતો હતો નકલી IPS અધિકારી, લક્ઝરી કાર ચોરીને લઈ જતો હતો મણિપુર
પ્રતિકાત્મક તસવીર

ચોરીની કારને મણિપુર લઈ જતા સમયે રસ્તામાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તે માટે અબંગે IPSનું નકલી કાર્ડ બનાવડાવ્યું હતું.

  • Share this:
ફરિદાબાદઃ પોલીસે લક્ઝરી કાર (Luxury cars) ચોરી કરનાર એક મોટી ગેંગનો ખુલાસો કર્યો છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નકલી IPS અધિકારી (fake IPS officer) બનીને બચી જતો હતો. ક્રાઈમ બ્રાન્ચે (crime branch) આરોપી પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો પણ પકડ્યો છે.

ખાસ વાત તો એ છે કે ક્રાઈમ બ્રાન્ચ સેક્ટર 30ના અધિકારીઓએ નકલી આપીએસના એક સાથીને ફ્લાઈટથી ડી બોર્ડ કરીને ઇન્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે નકલી આપીએસ અધિકારી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ચારે આરોપી એક મોટી વાહન ચોર ગેંગ અને ડ્રગ્સ સપ્લાય ટોળકીનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે 10 સપ્ટેમ્બરે ફરિદાબાદ પોલીસની ક્રાઈમબ્રાન્ચર સેક્ટર 20એ નકલી આપીએસ અબંગ મેહતાબ અને તેના એક સાથી કબીરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ મણિપુરથી ફ્લાઈટમાં દિલ્હી આવતા હતા અને અહીં લક્ઝરી ગાડીઓ ચોરીને મણિપુર લઈ જતા હતા.

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશની ઘટના! ખજાના માટે ખાડો ખોદ્યો, શરતના કારણે બે લોકોએ ગુમાવવો પડ્યો જીવ

ચોરીની કારને મણિપુર લઈ જતા સમયે રસ્તામાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તે માટે અબંગે IPSનું નકલી કાર્ડ બનાવડાવ્યું હતું. પોલીસે આ નકલી આઈપીએસને રિમાન્ડ ઉપર લઈને પૂછપરછ શરૂ કરી છે. ત્યાબાદ પોલીસે ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે તેની પાસેથી નશાની 70 હજાર ગોળીઓ, પોલીસની નકલી વર્દી, પોલીસનં સ્ટીકર સહિત આપત્તિજનક સમાન જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ-મે બદકામ કર્યું છે અને સંભોગ કરતા લોહી નીકળ્યું છે': બાળા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની આકરી સજાઆ પણ વાંચોઃ-3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ! એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક

પોલીસે જણાવ્યું કે ફરિદાબાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અબંગના અન્ય બે સાથીઓની ધરપકડ કરવા માટે મણિપુર પહોંચવાની જાણ થતાં એક આરોપી અરિબમ ગુનાનંદા ઈન્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઈટમાં સવાર થઈને કોલકત્તા જતો હતો. ક્રાઈમબ્રાન્ચે તરત જ એરપોર્ટ ઓથોરિટીને આ અંગે સૂચના આપીને તેને ડી બોર્ડ કરીને ધરપકડ કરી હતી.

પોલીસ પ્રમાણે અબંગ લક્ઝરી કારો ચોરી કરીને તેને વેચવાનું કામ કરો હતો સાથે સાથે ડ્રગ્સનો મોટો ધંધો પણ ચલાવતો હતો. એસીપી આદર્શ દીપે જણાવ્યું કે પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે અબંગની ગેંગમાં કોણ કોણ સામેલ છે . જોકે, અત્યારે પોલીસે ચારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવાની તૈયારી કરી છે.
Published by: ankit patel
First published: September 18, 2020, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading