ભારત સરકારની 18 YouTube અને 4 પાકિસ્તાની ચેનલો સામે મોટી કાર્યવાહી, રાષ્ટ્રવિરોધી સામગ્રી માટે બ્લોક
ભારત સરકારની 18 YouTube અને 4 પાકિસ્તાની ચેનલો સામે મોટી કાર્યવાહી, રાષ્ટ્રવિરોધી સામગ્રી માટે બ્લોક
સરકારે પાકિસ્તાનની ચાર યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
22 YouTube Channels Blocked: સરકારે નિવેદનમાં કહ્યું છે કે YouTube પર ઘણી ચેનલો ભારતીય સશસ્ત્ર દળો, જમ્મુ અને કાશ્મીર જેવા ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર નકલી સમાચાર અથવા ખોટા સમાચાર પોસ્ટ કરે છે. કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી સામગ્રીનું પ્રસારણ પણ કરે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) ન્યૂઝ ચેનલોથી ભરેલું છે. આમાંની મોટાભાગની ચેનલો સનસનીખેજ રીતે સમાચારને ખોટી રીતે રજૂ કરે છે. તેમના સમાચારમાં કોઈ સત્યતા હોતી નથી. હકીકતમાં આ ચેનલો ખૂબ જ સુપરફિસિયલ હોય છે. અત્યાર સુધી આ ચેનલો યુટ્યુબ પર બેલગામ હતી, પરંતુ સરકારે નવા આઈટી નિયમ (New IT Rule) હેઠળ પ્રથમ વખત 22 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. જેમાં પાકિસ્તાનની ચાર ચેનલોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલા ખોટા સમાચાર પ્રસારિત કરવા માટે આ ચેનલો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવા આઈટી નિયમ 2021 હેઠળ પહેલીવાર આ 18 ચેનલોને બ્લોક કરવામાં આવી છે.
આ સિવાય પાકિસ્તાનની ચાર યુટ્યુબ ચેનલોને પણ સૂચના અને પ્રસારણ મંત્રાલય (Information and Broadcasting Ministry) દ્વારા બ્લોક કરી દેવામાં આવી છે.
સરકારે નિવેદનમાં કહ્યું છે કે YouTube પર ઘણી ચેનલો ભારતીય સશસ્ત્ર દળો, જમ્મુ અને કાશ્મીર જેવા ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર નકલી સમાચાર અથવા ખોટા સમાચાર પોસ્ટ કરે છે. કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી સામગ્રીનું પ્રસારણ પણ કરે છે. આ ચેનલોનું સંચાલન પાકિસ્તાનથી થાય છે. આ ચેનલો પણ બ્લોક કરી દેવામાં આવી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે વર્તમાન યુક્રેન કટોકટી અંગે ભારતીય યુટ્યુબ ચેનલો પર નોંધપાત્ર પ્રમાણમાં અસત્ય અથવા ખોટી સામગ્રી પ્રસારિત કરવામાં આવી રહી છે, એમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સામગ્રી અન્ય દેશો સાથે ભારતના સંબંધોને પ્રભાવિત કરવાના હેતુથી પ્રસારિત કરવામાં આવે છે. તેનાથી વિદેશી સંબંધો બગડે છે અને અન્ય દેશો સાથે ભારતના સંબંધો જોખમમાં મૂકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર