નવી દિલ્હી: દિલ્હીમાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરીનો મોટો ભાંડાફોડ થયો છે. આ નકલી જીરુ સુકા ઘાંસ, ચૂનાનો પથ્થર, ગોળના શિરામાંથી બનાવામાં આવતું હતું. આ સમગ્ર કાંડનો ખુલાસો દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંન્ચે કર્યો છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, લગભગ 28,000 કિલોગ્રામ નકલી જીરું જપ્ત કરવામાં આવ્યું છે. તહેવારની સિઝનમાં અને ગુજરાત ચૂંટણી દરમિયાન તેને ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન બનાવી રહ્યા હતાં.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક ટ્રકમાંથી નકલી જીરાના 348 કોથળા જપ્ત કર્યા છે, તો વળી ગોદામમાંથી જીરાના 55 કોથલા મળી આવ્યા છે. જેનો વજન 70 કિલો હોવાનું કહેવાય છે. તો વળી પોલીસે ઘાસના 35 કોથળા જપ્ત કર્યા, જેનો વજન 25 કિલો છે. સાથે 40 લીટર ગોળનું ચાસણી અને 50 કિલો ચૂનાના પથ્થરનો પાઉડર જપ્ત કર્યો છે. અધિકારીઓએ આઈપીસીની કલમ 420/272/273 અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.
જો કે, દિલ્હીથી ગુજરાત પહોંચાડે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યું છે અને સમગ્ર કાંડનો ખુલાસો કર્યો છે. જપ્ત કરવામાં આવેલા નકલી જીરાની અનુમાનિત કિંમત લગભગ 1 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર