Home /News /national-international /નકલી કૉલ સેન્ટરનો ભાંડો ફુટ્યો, અમેરિકાના નાગરિકો સાથે કરતા હતાં ઠગી

નકલી કૉલ સેન્ટરનો ભાંડો ફુટ્યો, અમેરિકાના નાગરિકો સાથે કરતા હતાં ઠગી

કોમ્પ્યૂટર તથા ઇન્ટરનેટના માધ્યમથી ટેકનિકલ સહાયતા આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા

કોમ્પ્યૂટર તથા ઇન્ટરનેટના માધ્યમથી ટેકનિકલ સહાયતા આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા

ગુરુગ્રામઃ દિલ્હીની પાસે આવેલા ગુરુગ્રામમમાં એક નકલી કૉલ સેન્ટર (Fake Call Center)નો ભાંડો ફુટી ગયો છે. ડીએલએફ ફેઝ-2માં ચાલી રહેલા આ ગેરકાયદેસર કૉલ સેન્ટર દ્વારા અમેરિકાના નાગરિકો (American Citizens)ને ઠગવામાં આવી રહ્યા હતા. એસીપી કરણ ગોયલના નેતૃત્વમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station)ની ટીમે નકલી કૉલ સેન્ટર પર દરોડાની કાર્યવાહી કરી. બે રૂમમાં 12 યુવકો અમેરિકન લોકોની જેમ અંગ્રેજી ભાષામાં હેડફોન લગાવીને વાત કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ કોમ્પ્યૂટર અને 1.45 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

અમેરિકાના નાગરિકો સાથે કરતા હતા છેતરપિંડી

નોંધનીય છે કે, ગુરુગ્રામમાં ડીએલએફ ફેઝ-2માં ટેક સપોર્ટ નામથી સંચાલિત નકલી કૉલ સેન્ટરનો સાઇબર ક્રાઇમ પોલીસ ટીમે ભાંડો ફોડી દીધો છે. પોલીસે કૉલ સેન્ટરથી બે આરોપીઓની ધરપકડ કરવાની સાથોસાથ કોમ્પ્યૂટર અને રોકડ પણ જપ્ત કરી છે. આરોપીઓ અમેરિકાના નાગરિકોને કોમ્પ્યૂટર તથા ઇન્ટરનેટના માધ્યમથી ટેકનિકલ સહાયતા આપવાના નામે ઠગી કરતા હતા.

આ પણ વાંચો, ચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ! નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત

પોલીસના જણાવ્યા મુજબ, આ કૉલ સેન્ટરનો માલિક જીંદના નરવાનાનો નિવાસી અમિત ઢાંઢા છે. સૌરભ ચૌધરી આ કૉલ સેન્ટરને સંચાલિત કરી રહ્યો છે. સૌરભ મૂળે પશ્ચિમ બંગાળના હુગલીનો નિવાસી છે. આરોપી અમિત ઢાંઢાએ બીટેક સુધી અભ્યાસ કર્યો છે. બીજા આરોપી સૌરભ ચૌધરીએ બીકોમ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. આ બંને પહેલા એક પ્રાઇવેટ કંપનીમાં આઇટી સોલ્યૂશનનું કામ કરતા હતા. વધુ પૈસા કમાવવાના ચક્કરમાં ત્રણ મહિના પહેલા નકલી કૉલ સેન્ટર ખોલ્યું હતું. અમેરિકાના નાગરીકો સાથે તેઓ ગિફ્ટ કાર્ડના માધ્યમથી પૈસા લેતા હતા.

આ પણ વાંચો, પત્નીના મોત બાદ બનાવ્યું તેના સપનાનું ઘર, સિલિકોન વેક્સ સ્ટેચ્યૂની સાથે કર્યો ગૃહ પ્રવેશ

કૉલ સેન્ટરમાં હાજર હતા 12 યુવક

પોલીસે જણાવ્યું કે, તેમને સૂચના મળી હતી કે ડીએલએફ ફેઝ-2માં એક ગેરકાયદેસર કૉલ સેન્ટર ચાલી રહ્યું છે, જેના માધ્યમથી અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ સૂચનાના આધારે પોલીસની ટીમે નકલી કૉલ સેન્ટર પર દરોડા પાડવાની કાર્યવાહી કરી. દરોડા દરમિયાન કૉલ સેન્ટરમાં 12 યુવક હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ કોમ્પ્યૂટર તથા 1.45 લાખ રૂપિયા રોકડ જપ્ત કરી છે.
First published:

Tags: Call center, Crime news, Crime Report, CYBER CRIME, Gurugram, પોલીસ, હરિયાણા