અયોધ્યામાં મંદિર હતું, છે અને રહેશે, અયોધ્યાની ઓળખ બનશે શ્રીરામની પ્રતિમા: યોગી

News18 Gujarati
Updated: November 7, 2018, 7:02 PM IST
અયોધ્યામાં મંદિર હતું, છે અને રહેશે, અયોધ્યાની ઓળખ બનશે શ્રીરામની પ્રતિમા: યોગી
અયોધ્યામાં સરયૂ નદીના તટ પર ભગવાન રામની પ્રતિમાના નિર્માણ માટે યોગી સરકાર યોજના બનાવી રહી છે. જેની લંબાઈ સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી ઓછી 151 મીટર રહેશે.

અયોધ્યામાં સરયૂ નદીના તટ પર ભગવાન રામની પ્રતિમાના નિર્માણ માટે યોગી સરકાર યોજના બનાવી રહી છે. જેની લંબાઈ સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી ઓછી 151 મીટર રહેશે.

  • Share this:
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે, જે અયોધ્યાની ઓળખ બનશે. તેમણે આ નિર્ણય ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવાના બીજા દિવસે લીધો. મુખ્યમંત્રી યોગીએ હનુમાનગઢી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ રિપોર્ટોને કહ્યું કે, તેમણે બે જગ્યા રામ મૂર્તિ સ્થાપિત કરવા પસંદ કરી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, મૂર્તિ નિર્માણ કરવા પર તે વિચાર કરી રહ્યા છે. અમે આગળ આ મુદ્દે ચર્ચા કરીશું. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, અમે આ પ્રોજેક્ટ પર આગળ વધી રહ્યા છીએ. આ સંબંધમાં આર્કિટેક્ટો પાસે કેટલાક પ્લાન મંગાવ્યા છે.

અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણની માંગ પર મુખ્યમંત્રીએ કહ્યું કે, તમને ખબર છે કે, અયોધ્યામાં પહેલાથી જ એક મંદિર હતું, છે અને રહેશે. તમામ વિકલ્પ ખુલ્લા છે, પરંતુ કાયદા અને સંવિધાન સાથે રહી સમાધાન કાઢવામાં આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામની મૂર્તી સ્થાપના પર મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, શ્રી રામની એક દર્શનીય મૂર્તિ સ્થાપિત કરવા માટે જમીનની ઉપલબ્ધતા અનુસાર ચર્ચા કરીશું. પૂજનીય મૂર્તી મંદિરમાં હશે, પરંતુ એક દર્શનીય મૂર્તી પણ બનાવવામાં આવશે, જે અહીંની ઓળખ બની જશે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, અમે તે તમામ વ્યવસ્થા કરીશું જેનાથી આસ્થાનું સન્માન પણ થાય અને અયોધ્યાની ઓળખ પણ બની શકે. વિવાદિત ભૂમી પર રામ મંદિર નિર્માણનો પ્રશ્ન જ્યારે મીડિયાકર્મીઓએ પૂછ્યો તો, તેમણે જવાબ આપ્યો કે, તમને ખબર છે કે, પહેલાથી જ અયોધ્યામાં રામ મંદિર છે. મંદિર હતું, અને રહેશે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં સરયૂ નદીના તટ પર ભગવાન રામની પ્રતિમાના નિર્માણ માટે યોગી સરકાર યોજના બનાવી રહી છે. જેની લંબાઈ સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી ઓછી 151 મીટર રહેશે. ભગવાન રામની પ્રતિમા બનાવવામાં 330 કરોડનો ખર્ચ આવે તેવો અંદાજ છે. પર્યટન વિભાગ તરફથી ભગવાન રામની પ્રતિમાને લઈ મે 2018માં યોજના બનાવવામાં આવી હતી.
First published: November 7, 2018, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading