રામની કૃપા થશે ત્યારે ચોક્કસ બનશે રામ મંદિર- યોગી આદિત્યનાથ

News18 Gujarati
Updated: June 25, 2018, 9:07 PM IST
રામની કૃપા થશે ત્યારે ચોક્કસ બનશે રામ મંદિર- યોગી આદિત્યનાથ

  • Share this:
અયોધ્યામાં સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના 80માં જન્મોત્સવમાં સામેલ થયા. આ સમારંભનું આયોજન મણિરામ દાસ છાવનીના પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રના પરિસરમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે, આજે તે લોકો પણ રામ મંદિરની વાત કરે છે, જે લોકોએ રામ ભક્તો પર ગોળીઓ ચલાવી હતી. ખુશીની વાત તે છે કે, કોઈપણ બહાના હેઠળ તેઓ રામ ભક્તિની વાત કરી રહ્યાં છે, આજ અમારી જીત છે.

સીએમ યોગીએ સંતોના રામ મંદિર પર આવેલ નિવેદન પર કહ્યું કે, "મર્યાદા પુરૂષોત્તમ રામ આ બ્રહ્માંડના સ્વામી છે. જ્યારે તેમની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે. આમાં કોઈ જ શંકા નથી, તો પછી સંતોને આને લઈને કેમ શંકા જન્મી જાય છે. તમે આટલી ધીરજ રાખી છે તો કેટલાક દિવસ વધારે ધીરજ રાખવી પડશે. આશાવાદ પર દુનિયા ટકેલી છે."

સીએમે જણાવ્યું કે, કોંગ્રેસ એક બાજું રામ મંદિરની વાત કરી રહી છે અને બીજી તરફ 2019 પછી નિર્ણય કરવા માટે કોર્ટમાં અપીલ કરી રહી છે. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે, આ લોકો શું કરવા માંગે છે. તેમને કહ્યું કે, અયોધ્યાની પૌરાણિક માન્યતા અનુસાર જ અમે અહી આયોજન કર્યું. અયોધ્યાની પરંપરાઓને ભૂલાવી દેવામાં આવી હતી, પરંતુ અમે ફરીથી તે શરૂ કરી.

યોગીએ કહ્યું કે, હજારો વર્ષોની પરંપરાને અમારી સરકાર ફરીથી જીવંત કરી રહી છે. આનાથી કેટલાક લોકોને ખરાબ પણ લાગ્યું પરંતુ અમે અયોધ્યાને વૈશ્વિક ઓળખ અપાવીને જ રહીશું. આ વખતે અયોધ્યામાં જે કાર્યક્રમ થશે, તેમાં બીજા દેશોને પણ જોડવામાં આવશે. આ વખતે દક્ષિણ કોરિયાના રાષ્ટધ્યક્ષને અહી બોલાવવામાં આવશે. દક્ષિણ કોરિયા સાથે અયોધ્યાનું સાસ્કૃતિક સંબંધ રહ્યું છે.

સીએમ કહ્યું કે, કુંભ હજારો વર્ષોથી આયોજિત થઈ રહ્યું હતું, પરંતુ આજે પીએમ નરેન્દ્ર મોદીના કારણે કુંભને વૈશ્વિક ઓળખ મળી છે. થાઈલેન્ડના રાજા પોતાને રામનો વંશજ કહે છે. થાઈલેન્ડની રાજધાનીનું નામ આયોધ્યા હતું. ત્યાના રસ્તાઓના નામ રામના નામ પર રાખવામાં આવ્યા છે. ભગવાન રામે અમને મર્યાદામાં રહેવાનું શિખવાડ્યું છે, આપણે મર્યાદામાં રહીને કોઈપણ કામ કરીએ તો આપણને સફળતા પ્રાપ્ત થશે. 
First published: June 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading