દિલ્હીમાં આજે રાજકીય દંગલ : ફડણવીસ અમિત શાહ, પવાર સોનિયા ગાંધીને મળશે

News18 Gujarati
Updated: November 4, 2019, 8:17 AM IST
દિલ્હીમાં આજે રાજકીય દંગલ : ફડણવીસ અમિત શાહ, પવાર સોનિયા ગાંધીને મળશે
દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ (ફાઇલ તસવીર)

ફડણવીસ અને અમિત શાહ વચ્ચેની બેઠકમાં સરકાર રચવાની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે સોમવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને મળવા દિલ્હી પહોંચશે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ફડણવીસ રાજ્યમાં વરસાદના કારણે ખેડૂતોના પાકના થયેલા નુકસાન વિશે કેન્દ્રની મદદ માંગશે. જોકે, CNN News18ના હવાલાથી એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે બંને નેતાઓની વચ્ચે થનારી આ બેઠકમાં સરકાર રચવા વિશે પણ રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. બીજી તરફ, સોમવારે જ સોનિયા ગાંધી અને શરદ પવાર પણ દિલ્હીમાં મુલાકાત કરશે.

સંજય રાઉતે અજિત પવારને સંદેશ મોકલ્યો

બીજી તરફ, રવિવારે નવી દિલ્હીમાં એનસીપી નેતા શરદ પવારની કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા શિવસેના એનસપીના સંપર્ક સાધતી લાગી રહી છે. શિવસેના દ્વારા ગઠબંધન સહયોગી બીજેપી ઉપરાંત અન્ય વિકલ્પ શોધવાની અટકળોને રવિારે તે સમયે વેગ મળ્યું જ્યારે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે પત્રકારોને શિવસેના સાંસદ સંજય રાઉતનો ફોન પર આવેલો સંદેશ બતાવ્યો, જેમાં રાઉત તરફથી ઔપચારિક પરિચય અને અભિવાદન કર્યુ હતું.

મહારાષ્ટ્રમાં નવી સરકાર કોની બનશે?

નોંધનીય છે કે, ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ પણ રાજ્યમાં સરકાર રચવાને લઈ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી. એક તરફ બીજેપી-શિવસેનાની વચ્ચે કંઈક નક્કી નથી થઈ રહ્યું. પહેલા અહેવાલ આવ્યા કે શિવસેના 50-50 ફૉમ્યૂલા ઈચ્છતી હતી, જેની પર બીજેપી ક્યારેય તૈયાર નથી.

સમગ્ર ઘટનાક્રમમાં એનસીપી-કૉંગ્રેસે પણ શિવસેના પર નજર નાખી. કૉંગ્રેસે શિવસેનાને ઈશારાઓમાં બીજું ઑપ્શન પણ શોધવાના સંકત આપ્યા તો શરદ પવાર સાથે સંજય રાઉતની મુલાકાતના અનેક અર્થ કાઢવામાં આવ્યા. આમ છતાંય મહારાષ્ટ્રમાં નવી સરકાર કોની બનશે તેનો જવાબ નથી મળ્યો.ઠાકરેએ મીડિયાના સવાલનો જવાબ આપતાં કહ્યુ કે, આપને આવનારા દિવસોમાં જાણકારી મળી જશે કે શું શિવસેના (રાજ્યમાં) સત્તામાં હશે.

આ પણ વાંચો,

સંજય રાઉતનો દાવો : શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન, અમારા જ CM હશે
શિવસેનાએ વસીમ બરેલવીના શેરથી BJP પર કટાક્ષ કર્યો, લખ્યું- અગર જિંદા હો...
First published: November 4, 2019, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading