કોશ્યારી પ્લેન વિવાદ પર મહારાષ્ટ્રમાં બબાલ, બીજેપી અને MNSનો ઉદ્ધવ સરકાર પર પ્રહાર

કોશ્યારી પ્લેન વિવાદ પર મહારાષ્ટ્રમાં બબાલ, બીજેપી અને MNSનો ઉદ્ધવ સરકાર પર પ્રહાર
કોશ્યારી પ્લેન વિવાદ પર મહારાષ્ટ્રમાં બબાલ, બીજેપી અને MNSનો ઉદ્ધવ સરકાર પર પ્રહાર

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મહારાષ્ટ્ર સરકારે સરકારી વિમાનથી દેહરાદૂનની યાત્રા કરવાની મંજૂરી ના આપતા વિવાદ થયો

 • Share this:
  પૂણે : ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને (Bhagat Singh Koshyari)સરકારી વિમાનથી દેહરાદૂનની યાત્રા કરવાની મંજૂરી ના આપવાને લઈને રાજ્ય સરકારની ગુરુવારે ટિકા કરી હતી. તેમણે શિવસેનાની ગઠબંધન સરકાર પર આરોપ લગાવ્યો કે તે અહંકારી છે અને બચકાના હરકતો કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે એ આરોપ પણ લગાવ્યો કે રાજ્ય સરકારે રાજ્યપાલના સંવૈધાનિક પદનું અપમાન કર્યું છે.એમએનએસે પણ રાજ્યપાલનું અપમાન કરીને ઉદ્ધવ ઠાકરે સરકાર પર પ્રહાર કર્યો છે.

  એમએનએસ નેતા બાલા નાંદગાંવકરે કહ્યું કે જો કાંઈ બન્યું છે તે ઘણું ખરાબ છે. મહારાષ્ટ્રમાં પહેલા આવું ક્યારેય થયું નથી. રાજ્યપાલનું પદ સંવૈધાનિક છે અને તેમનું સન્માન કરવું જોઈએ. સાથે રાજ્યપાલે પણ રાજ્ય સરકારનું સન્માન કરવું જોઈએ. મુખ્યમંત્રી અને રાજ્યપાલ મહત્વના પદ છે અને બંનેને એકબીજાનું સન્માન કરવું જોઈએ.  આ પણ વાંચો - તૈયાર થઈ ગયું છે દેશનું પ્રથમ CNG ટ્રેક્ટર, શુક્રવારે થશે લોન્ચ, ખેડૂતોને થશે 50 ટકા સુધીની બચત

  સૂત્રોના મતે રાજ્યપાલ કોશ્યારીનો ગુરુવારે રાજ્ય સરકારના એક વિમાનથી 10 કલાકે દેહરાદૂનની યાત્રા કરવાનો કાર્યક્રમ હતો. જોકે ઉડાનની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી પ્રાઇવેટ ઉડાનથી જવું પડ્યું હતું. જેણે લગભગ 12 કલાક 15 મિનિટ પર દેહરાદૂન માટે ઉડાન ભરી હતી.

  ફડણવીસે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ પ્રકારની ઘટના રાજ્યમાં પહેલા ક્યારેય થઈ નથી. રાજ્યપાલ કોઈ વ્યક્તિ નથી પણ તે એક પદ છે. લોકો આવતા જતા રહેશે પણ પદ કાયમ રહેશે. રાજ્યપાલ રાજ્યના પ્રમુખ છે. રાજ્યપાલ જ મુખ્યમંત્રી છે અને તેમના મંત્રીમંડળની નિમણૂક કરે છે.
  Published by:Ashish Goyal
  First published:February 11, 2021, 18:16 pm

  ટૉપ ન્યૂઝ