Home /News /national-international /ભૂકંપ અંગે રોચક તથ્યો: 10થી વધુ તીવ્રતાનો આંચકો કેમ આવી શકતો નથી?

ભૂકંપ અંગે રોચક તથ્યો: 10થી વધુ તીવ્રતાનો આંચકો કેમ આવી શકતો નથી?

ભૂકંપના આંચકા

ભૂકંપ સંબંધિત તમામ પ્રશ્નો સેંકડો વર્ષોથી પૂછવામાં આવે છે અને તેની કડી ભૂકંપની ઘટના સાથે જોડાયેલી છે. વિજ્ઞાનની કસોટીમાં આમાંના મોટાભાગના પ્રશ્નો ખોટા જણાયા હતા, ઉદાહરણ તરીકે, તીવ્ર પવન અથવા હવામાનને કારણે ધરતીકંપ આવે છે. વળી, ભૂકંપ વિશે જે પણ આગાહીઓ કરવામાં આવી છે, જે સામાન્ય રીતે સાચી રહેતી નથી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: સામાન્ય 6થી 8ની વચ્ચેની તીવ્રતાના ભૂકંપ ખાનાખરાબી સર્જી છે. આવા ભૂકંપ ગણતરીની સેકંડોમાં ઇમારતો તોડી પાડે છે. ભૂકંપથી સુનામી પણ આવી શકે છે. જોકે, ભૂકંપની મહત્તમ તીવ્રતા વિશે પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. શું 10ની તીવ્રતામાં ભૂકંપ હોઈ શકે ખરો?

  અમેરિકાની ભૂકંપની માહિતી આપતી સાઇટ યુએસજીએસમાં ભૂકંપ સંબંધિત તથ્યો કહે છે કે આવું ક્યારેય ન બની શકે, એટલે કે દુનિયામાં ભાગ્યે જ 10ની તીવ્રતાનો ભૂકંપ આવે. તેની પાછળનું કારણ પણ રોચક છે.

  આ પણ વાંચો:  ભારતમાં ફરી એકવાર ઘરા ધ્રુજી, હવે આ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો કેટલી હતી તીવ્રતા

  વૈજ્ઞાનિકોનું કહેવું છે, ફોલ્ટ લાઈન લાંબી હોય તો ભૂકંપ પણ મોટો આવે છે. ફોલ્ટ એટલે પૃથ્વીની નીચે રહેલો ખડકનો ટુકડો કે પૃથ્વી સપાટી પર પોપડા સાથે ઘર્ષણ કરે છે. બન્ને એકબીજા પર હોય છે. ફોલ્ટ લાઇન બહુ મોટી નથી હોતી જેના કારણે જ પૃથ્વી પર અત્યાર સુધી ક્યારેય 10 તીવ્રતાનો ભૂકંપ આવ્યો નથી. જો આવું ક્યારેય થશે તો પૃથ્વીનો મોટો ભાગ તેના દાયરામાં આવી જશે.

  પૃથ્વી પર અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીમાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.5 હતી, તેની ફોલ્ટ લાઇન 1000 માઇલ હતી. તેને અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ અથવા મેગાક્વેક કહેવામાં આવે છે.

  શું પ્રાણીઓને પહેલાથી જ ધરતીકંપનો અંદાજ આવી જાય છે?

  કહેવાય છે કે ભૂકંપ પહેલા જાનવરોનો વ્યવહાર અજીબોગરીબ થઇ જાય છે, તેમને ભૂકંપનો પૂર્વાભાસ થઇ જતો હોવાનું માનવામાં આવે છે. આ બાબતનો ઉલ્લેખ ઈ.સ. પૂર્વે 373ના વર્ષમાં ગ્રીકમાં આવેલા ધરતીકંપ વિશે કરવામાં આવ્યો છે.

  તે સમયે ભૂકંપના ઘણા દિવસો પહેલા ઉંદરો, જીવજંતુઓ, સાપ વગેરે તેમના દરારમાંથી બહાર આવી ગયા હતા અને સલામત સ્થળ તરફ ગયા હતા. એવો પણ ઉલ્લેખ છે કે, ભૂકંપના થોડા સમય પહેલા પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓ, સરિસૃપ અને જંતુઓ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરે છે. વૈજ્ઞાનિકોએ ચીન અને જાપાનમાં પણ આ પ્રકારની બાબતોનો અભ્યાસ કર્યો છે.

  આ પણ વાંચો: ટોંગામાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી, નાગરિકો ઊંચાણવાળી જગ્યા પર ભાગવા લાગ્યા

  ઘણા દાયકાઓ પહેલા ચીનમાં ભૂકંપ આવે તે પહેલા જ જાણ થઈ ગઈ હતી. ત્યાંના નાના ઘણા ભૂકંપ આવતા હતા અને પ્રાણીઓની ગતિવિધિ વિચિત્ર થઈ ગઈ હતી. પછી ઘણા લોકો પોતાના ઘરની બહાર સૂવા લાગ્યા અને જ્યારે ખરેખર મોટો ભૂકંપ આવ્યો તો તબાહી ઘણી થઈ પરંતુ લોકો બચી ગયા હતા.

  શું ધરતીકંપની આગાહી કરી શકાય?

  ના, વિશ્વની કોઈ પણ વૈજ્ઞાનિક સંસ્થા ભૂકંપ આવવાનો છે તે જાણી શકતી નથી. ભૂકંપ ક્યારે અને કેટલી તીવ્રતાથી આવશે અને ક્યાં આવશે તે જાણવામાં વૈજ્ઞાનિકો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. હા, યુએસજીએસ વૈજ્ઞાનિકો ગણતરી કરી શકે છે કે ભૂકંપ આવી શકે, પરંતુ તે ચોક્કસ હોતી નથી.

  કોઈપણ ધરતીકંપ વિશે ત્રણ બાબતો જણાવી જરૂરી છે:

  • સમય અને તારીખ

  • સ્થળ

  • તીવ્રતા


  કેટલાક લોકોએ ભૂકંપની આગાહી કરી શકવાનો દાવો કર્યો છે, પરંતુ તેમના દાવાઓ સામાન્ય રીતે ખોટા હોવાનું જણાયું હતું. આ તમામની આગાહીઓ ખૂબ જ સામાન્ય રહી છે.

  શું હવામાનને કારણે ભૂકંપ આવે છે?

  ઇ.સ. પૂર્વે ચોથી સદીમાં એરિસ્ટોલે જણાવ્યું હતું કે ભૂકંપનું કારણ પવનો છે, પવનોને આગળ વધવાનો માર્ગ ન મળે ત્યારે તે દબાણ પેદા કરે છે અને પવન વધુ ઝડપે ગતિ કરે ત્યારે ધરતીકંપો આવે છે. બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે આકાશમાં વધુ વાદળછાયું વાતાવરણ હોય અને ભારે પવન કે વાવાઝોડાં આવે ત્યારે ભૂકંપ આવી શકે છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન બાદ આ બાબતો સાચી ઠરી નથી. વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે ભૂકંપમાં હવામાનની કોઈ ભૂમિકા નથી.
  First published:

  Tags: Earthquakes, Interesting Story, OMG story

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन