Home /News /national-international /

આવો રહ્યો આંબેડકરની જિંદગીનો છેલ્લો દિવસ, પહેલા જ થઈ ચૂક્યો હતો મોતનો અણસાર

આવો રહ્યો આંબેડકરની જિંદગીનો છેલ્લો દિવસ, પહેલા જ થઈ ચૂક્યો હતો મોતનો અણસાર

આંબડેકરને પોતાના મોતનો અણસાર થઈ ગયો હતો અને તેના વિશે તેઓએ પોતાના એક નિકટતમને પત્ર પણ લખ્યો હતો

આંબડેકરને પોતાના મોતનો અણસાર થઈ ગયો હતો અને તેના વિશે તેઓએ પોતાના એક નિકટતમને પત્ર પણ લખ્યો હતો

  5 ડિસેમ્બર 1956ની સવારે ડો. ભીમરાવ આંબેડકર સવારે મોડા ઊંઘીને ઉઠ્યા. 16 વર્ષોથી તેમના સહાયક રહેલા નાનકચંદ રત્તૂ તેમના જાગવાની રાહ જોઈ રહ્યા હતા. તેમના જાગ્યા બાદ તેઓએ ઓફિસ જવાની મંજૂરી માંગી. હવે ઘરે રહી ગયા પત્ની સવિતા આંબેડકર અને ડોક્ટર માલવંકર, જે મુંબઈથી તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે આવેલા હતા. બપોરે સવિતા અને ડો. માલવંકર સામાનની ખરીદી કરવા માટે બજાર ચાલ્યા ગયા. ઘરે પરત ફરવામાં મોડું થઈ ગયું. આંબેડકર ઘરે જ હતા.

  જ્યારે સાંજે 6 વાગ્યે રત્તૂ ઓફિસથી પરત આવ્યા ત્યારે શ્રીમતી આંબેડકર બજારથી પરત નહોતા ફર્યા. આંબેડકર નારાજ હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમનું ધ્યાન નથી રાખવામાં આવતું. તેમની નારાજગી રત્તૂએ અનુભવી. ડો. આંબડકરે રત્તૂને ટાઇપ કરવા માટે કેટલુંક કામ આપ્યું. જેવા રત્તૂ પરત જવાના હતા, ત્યારે શ્રીમતી આંબેડકર પરત ફર્યા. આંબેડકર ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યા. તેઓએ કડક શબ્દોમાં કેટલીક વાતો કહી. જ્યારે શ્રીમતી આંબેડકરે પતિને ગુસ્સામાં જોયા તો તેઓને લાગ્યું કે તેમનું કંઈ પણ બોલવું આગમાં ઘી હોમવા જેવું હશે, જેથી તેઓ શાંત રહ્યા. તેઓએ રત્તૂને કહ્યું કે ડો. આંબેડકરને શાંત કરવા માટે પ્રયાસ કરે. રત્તૂએ પ્રયાસ કર્યો. થોડીવારમાં તેઓ શાંત થઈ ગયા.

  જૈન ધર્મના પ્રતિનિધિમંડળને મળ્યા

  તે રાત્રે લગભગ 8 વાગ્યે જૈનોના એક પ્રતિનિધમંડળ સાથે નિયત થયેલા કાર્યક્રમ મુજબ મળ્યા. આંબેડકર અનુભવી રહ્યા હતા કે તેઓ આજે મળવાની સ્થિતિમાં નથી જેથી મુલાકાતને બીજા દિવસ માટે ટાળી દેવામાં આવે. જોકે, તે લોકો આવી ચૂક્યા હતા, તો તેઓને લાગ્યું કે હવે મળી લેવું જોઈએ. તેની 20 મિનિટ બાદ તેઓ બાથરુમ ગયા. પછી રત્તૂના ખભાનો ટેકો લઈ પરત ડ્રોઇંગરૂમમાં આવ્યા. સોફા પર બેસી ગયા. આંખો બંધ હતી. થોડીક મિનિટો શાંતિ પ્રસરેલી રહી. જેન નેતા તેમના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. પછી આંબેડકરે માથુ હલાવ્યું. થોડીવાર વાતચીત કરી. બૌદ્ધ અને જૈન ધર્મને લઈને સવાલ પૂછ્યા.

  પ્રતિનિધિમંડળે બુદ્ધ પર એક પુસ્તક ભેટ સ્વરૂપે આપી. હકીકતમાં તેઓ તેમને બીજા દિવસે આયોજિત એક સમારોહમાં આમંત્રિત કરવા આવ્યા હતા. ડો. આંબેડકરે આમંત્રણ સ્વીકારી લીધું. વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો સ્વાસ્થ્ય મંજૂરી આપશે તો ચોક્કસ આવશે. જ્યારે તેઓ જૈન પ્રતિનિધિમંડળ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર માલવંકરે તેમનું ચેકઅપ કર્યું. પછી માલવંકર પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મુંબઈ રવાના થઈ ગયા.


  રાતે પથારી પાસે કેટલાક પુસ્તકો રાખવાનું કહ્યું

  જૈન પ્રતિનિધિમંડળના વિદાય બાદ રત્તૂએ તેમના પગ દબાવ્યા. ડો. આંબેડકરે માથામાં તેલ લગાવવા કહ્યું. હવે તેઓ સારું અનુભવી રહ્યા હતા. અચાનક રત્તૂના કાનમાં ગાવાનો અવાજ આવવાનો શરૂ થઈ ગયો. આંબેડકર આંખ બંધ કરીને ગાઈ રહ્યા હતા. તેમના જમણા હાથની આંગળીઓ સોફા લયબદ્ધ ફરી રહી હતી. ધીરે ધીરે ગીત સ્પષ્ટ થવા લાગ્યું. ડો. આંબેડકર બુદ્ધમ શરણ ગચ્છામી પૂરી તન્મયતાથી ગાઈ રહ્યા હતા. તેઓએ આ ગીતનો રેકોર્ડ રેડિયોગ્રામ પર વગાડવા માટે કર્યો. સાથોસાથ રત્તૂ પાસે કેટલાક પુસ્તકો અને ધ બુદ્ધા એન્ડ ધ ધમ્માનો પરિચય અને ભૂમિકા લાવવા માટે કહ્યું. તેઓએ આ બધાને પોતાની પથારીની પાસેના ટેબલ પર મૂક્યા જેથી રાત્રે તેની પર કામ કરી શકે.

  રાત્રે થોડા ભાત ખાધા અને પછી કંઈક લખ્યું

  થોડા સમય બાદ રસોઈયા સુદામા ખાવાનું તૈયાર થઈ ગયું હોવાની જાણ કરવા આવ્યા. આંબડેકરે કહ્યું કે તેઓ માત્ર થોડા ભાત ખાશે અને બીજું કંઈ નહીં. તેઓ હજુ પણ ગીત ગણગણી રહ્યા હતા. રસોઈયા બીજી વાર આવ્યા. તેઓ ઊભા થયા અને ડાઇનિંગ રૂમમાં ગયા. તેઓ પોતાનું માથું રત્તૂના ખભા પર રાખીને ત્યાં સુધી ગયા. જતાં-જતાં કબાટમાંથી કેટલાક પુસ્તકો લેતા ગયા. તેને પણ ટેબલ પર રાખવાનું કહ્યું. રાત્રે ભોજન બાદ તેઓ ફરી રૂમમાં આવ્યા. ત્યાં થોડીવાર સુધી કબીરનું ગીત ચાલ્યું, કબીર તેરા ભવ સાગર દેરા ગણગણતા રહ્યા. ફરી બેડરૂમમાં ચાલ્યા ગયા. હવે તેઓએ ટેબલ પર મૂકેલા તે પુસ્તકો તરફ જોયું, જેને તેઓએ રત્તૂને મૂકવા માટે કહ્યું હતું. પુસ્તક ધ બુદ્ધા એન્ડ હિજ ધમ્માની ભૂમિકા પર થોડાક સમય માટે કામ કરતા રહ્યા. પછી પુસ્તક ઉપર જ હાથ મૂકીને ઊંઘી ગયા.

  6 ડિસેમ્બરની સવારે 6.30 વાગ્યે

  સવારે જ્યારે શ્રીમતી આંબેડકર હંમેશાની જમે ઉઠ્યા હતો તેઓએ પથારી તરફ જોયું. પતિના પગને હંમેશાની જેમ કુશન પર જોયા. થોડીક મિનિટોમાં તેમણે અનુભવ્યું કે ડો. આંબેડકર મૃત્યુ પામ્યા છે. તેઓએ તાત્કાલીક પોતાની કાર નાનાકચંદ રત્તૂને લેવા માટે મોકલી. જ્યારે તેઓ આવ્યા તો શ્રીમતી આંબેડકર સોફા પર ધરાશાઈ થઈ ગયા. તેઓ બોલી રહ્યા હતા કે બાબા સાહેબ દુનિયા છોડીને ચાલ્યા ગયા. રત્તૂએ છાતી પર માલિશ કરી હૃદયને હરકતમાં લાવવાનો પ્રયાસ કર્યો. હાથ-પગ હલાવી જોયા. તેમના મોંમાં એક ચમકી બ્રાન્ડી નાખી પરંતુ બધું વિફળ રહ્યું. તેઓ કદાચ રાતમાં ઊંઘમાં જ ગુજરી ગયા હતા.


  દુખદ સમાચાર ઝડપથી ફેલાયા

  હવે શ્રીમતી આંબેડકરના રડવાનો અવાજ વધુ મોટો થઈ ગયો હતો. રત્તૂ પણ માલિકના પાર્થિવદેહ પાસે સતત રડી રહ્યા હતા- ઓ બાબા સાહેબ, હું આવી ગયો છુ્ર, મને કામ તો આપો. થોડીવાર બાદ રત્તૂએ નજીકના સંબંધીઓને દુખદ સમાચાર વિશે જાણ કરવાની શરૂઆત કરી. પછી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને જણાવ્યું. સમાચાર જંગલમાં આગની જેમ ફેલાવી. લોકો તાત્કાલીક નવી દિલ્હીમાં 20, અલીપોર રોડ તરફ દોડી ગયા. ભીડમાં દરેક વ્યક્તિ આ મહાન વ્યક્તિના અંતિમ દર્શન કરવા માંગતા હતા. સમાચાર તાત્કાલીક મુંબઈ મોકલવામાં આવ્યા. જણાવવામાં આવ્યું કે તે રાત્રે તેમનો પાર્થિવદેહ મુંબઈ લઈ જવામાં આવશે, જ્યાં બૌદ્ધ રીત-રિવાજો મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  પત્ની ઈચ્છતા હતા કે અંતિમ સંસ્કાર સારનાથમાં થાય

  જોકે, તેની પર વિવાદ પણ છે. કેટલાક લોકોનું કહેવું છે કે શ્રીમતી આંબેડકરે આ વિશે આંબેડકરના દીકરા યશવંતરાયને કોઈ જાણ નહોતી કરી. તેઓ સારાથ લઈ જઈને તેમના અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા. મૂળે, ચાર વર્ષ પહેલા ડો. આંબેડકરને લાગતું હતું કે તેઓ હવે વધુ જીવિત નહીં રહે. આ વિશે તેઓએ પોતાના ખાસ સહાયક બાહુરાવ ગાયકવાડને પત્ર પણ લખ્યો હતો કે તેઓ આવી ઘટનાની તૈયારી પહેલાથી કરીને રાખે. મુંબઈમાં ચોપાટીમાં હજારો લોકોએ તેમના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: All india congress committee, B. R. ambedkar, Baba sahib, Babasaheb Bhimrao Ambedkar University, Bhimrao Ambedkar, Mahatma gandhi, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन