દેશમાં 25 સપ્ટેમ્બરથી ફરી લાગુ થશે 46 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન? સરકારે જણાવી હકીકત

News18 Gujarati
Updated: September 15, 2020, 1:02 PM IST
દેશમાં 25 સપ્ટેમ્બરથી ફરી લાગુ થશે 46 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન? સરકારે જણાવી હકીકત
કોરોના કાળમાં અફવાનું બજાર ગરમ, NDMAના વાયરલ થયેલા નકલી પત્રને લઈ PIB ફેક્ટ ચેકે કરી સ્પષ્ટતા

કોરોના કાળમાં અફવાનું બજાર ગરમ, NDMAના વાયરલ થયેલા નકલી પત્રને લઈ PIB ફેક્ટ ચેકે કરી સ્પષ્ટતા

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus In India)ના વધતા કેસોએ સૌની ચિંતા વધારી દીધી છે. સરકારથી લઈને સામાન્ય નાગરિકો સુધી તેના પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન અફવાઓનું બજાર પણ સક્રિય છે. એક તરફ દેશ કોરોના સામે લડી રહ્યો છે તો બીજી તરફ અફવા ફેલાવનારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરનો મામલો સપ્ટેમ્બરમાં લૉકડાઉન (Lockdown) લાગુ થવાની અફવા સાથે જોડાયેલો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)નો એક પત્ર આ દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે 25 સપ્ટેમ્બરથી ફરી એકવાર દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. જોકે સરકારની અંગર્ગત કામ કરનારી સંસ્થા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ફેક્ટ ચેક (PIB Fact Check) એકમે કહ્યું છે કે વાયરલ થઈ રહેલો પત્ર નકલી છે.

આ પણ વાંચો, કોરોનાને રોકવાની અજબ યુક્તિ, આ દેશમાં માસ્ક નહીં પહેરનારા લોકોને ફટકારી કબર ખોદવાની સજા

શું દાવો કરવામાં આવ્યો હતો?

10 સપ્ટેમ્બરની તારીખવાળા નકલી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19ના પ્રસારને રોકવા અને દેશમાં મૃત્યુદરને ઓછો કરવા માટે NDMA, યોજના આયોગની સાથે ભારત સરકારથી વડાપ્રધાન કાર્યાલય અને ગૃહ મંત્રાલય 25 સપ્ટેમ્બર 2020થી 46 દિવસોનું કડક દેશવ્યાપી લૉકડાઉન ફરી લાગુ કરવાનો આગ્રહ કરે છે. તેની સાથે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ શ્રૃંખલાને કાયમ રાખવા માટે NDMA મંત્રાલયને એક પૂર્વ સૂચના જાહેર કરી રહી છે જેથી તે મુજબ યોજના બનાવી શકાય.

આ પણ વાંચો, પૃથ્વીની નજીકના આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ એક ટ્વીટમાં જણાવ્યું કે આ પત્ર નકલી છે. PIBએ કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે NDMA દ્વારા કથિત રીતે જાહેર એક આદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે સરકારને 25 સપ્ટેમ્બરથી દેશવ્યાપી લૉકડાઉન ફરી લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. આ આદેશ ખોટો છે. NDMAએ લૉકડાઉનને ફરી લાગુ કરવા માટે આવો કોઈ આદેશ જાહેર નથી કર્યો.
Published by: Mrunal Bhojak
First published: September 15, 2020, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading