સરકારે તૈયાર કર્યો Lockdownમાં છૂટ આપવાનો 5 ફેઝનો પ્લાન? જાણો - પૂરી સચ્ચાઈ

News18 Gujarati
Updated: May 12, 2020, 6:58 PM IST
સરકારે તૈયાર કર્યો Lockdownમાં છૂટ આપવાનો 5 ફેઝનો પ્લાન? જાણો - પૂરી સચ્ચાઈ
પ્રતિકાત્મક તસવીર

કહેવામાં આવ્યું છે કે, આ પાંચ તબક્કામાં સરકાર છૂટ આપશે. અંતમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના મામલા વધતા જશે તો, સરકાર ગત પ્રતિબંધ લાગુ કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણ(Coronavirus)નો કહેર યથાવત છે. અત્યાર સુધી આ સંક્રમણના દેશમાં 70,756 મામલા સામે આવી ચુક્યા છે. સાથે 2293 લોકોના જીવ કોવિડ-19 (Covid 19)મહામારી લઈ ચુકી છે. સરકારે દેશમાં 17મે સુધી લોકડાઉન(Lockdown)ની જાહેરાત કીર છે. આ બધા વચ્ચે વોટ્સઅપ પર સરકાર તરફથી લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપવા માટે 5 ફેઝનો પ્લાન તૈયાર કરવા સંબંધી એક મેસેજ વાયરલ (Viral Message)થઈ રહ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું ચે કે, સરકાર 5 તબક્કામાં કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલી પાબંધીઓમાં છૂટ આપશે. ન્યૂઝ18ની ટીમે આ મેસેજની પ્રમાણિકતાની તપાસ કરી.

વાયરલ મેસેજ(viral news)માં બતાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે દેશમાં કોવિડ-19ના કારણે લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધમાં છૂટ આપવા માટે પાંચ તબક્કાનો રોડમેપ તૈયાર કર્યો છે. આ 5 ફેઝ 3 અટવાડીયાની સમિક્ષાત્મક પ્રક્રિયામાં રહેશે. ત્યારબાદ તેમાં પાંચ તારીખો આપવામાં આવી છે. 18 મે, 8 જૂન, 29 જૂન, 20 જૂલાઈ, 10 ઓગસ્ટ.

કહેવામાં આવ્યું છે કે, આ પાંચ તબક્કામાં સરકાર છૂટ આપશે. અંતમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના મામલા વધતા જશે તો, સરકાર ગત પ્રતિબંધ લાગુ કરી શકે છે.
અમારી ટીમે આ મેસેજની પ્રમાણિકતા માટે સમાચારો, સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર તમામ તપાસ કરી. પરંતુ ક્યાંય પણ આ સંદેશ સંબંધિત કોઈ અધિકારીક પ્રમાણ નથી મળ્યું. આ સાથે સરકારી સંસ્થા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો(PIB)એ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ સંદેશની પુષ્ટી નથી કરી. પીઆઈબી(PIB) તરફથી પણ આ ફેક ન્યૂઝ બતાવવામાં આવી રહ્યા છે. પીઆઈબીએ કહ્યું કે, આ ભારત સરકારનો પ્લાન નથી. પરંતુ હોઈ શકે છે આ કોઈ અન્ય દેશનો પ્લાન હોઈ શકે છે.
First published: May 12, 2020, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading