Home /News /national-international /Fact Check: કોરોના વેક્સીનથી નહીં હાર્ટ અટેકથી થયું સરકારી હૉસ્પિટલના વોર્ડ બોયનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

Fact Check: કોરોના વેક્સીનથી નહીં હાર્ટ અટેકથી થયું સરકારી હૉસ્પિટલના વોર્ડ બોયનું મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

વોર્ડ બોય મહિપાલ સિંહનું મોત હાર્ટ અટેકથી થયું.

વોર્ડ બોય મહિપાલ સિંહનું મોત કોરોના વેક્સીનના કારણે થયું હોવાનો પરિવારનો દાવો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચું કારણ સામે આવ્યું

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુરાદાબાદ (Moradabad) જિલ્લા હૉસ્પિટલમાં વોર્ડ બોય (Ward Boy)ના પદ પર કાર્યરત 46 વર્ષીય મહિપાલ સિંહ (Mahipal Singh)નું રવિવારે અચાનક તબીયત ખરાબ થવાના કારણે મોત થઈ ગયું. પરિજનોનો આરોપ છે કે મહિપાલ સિંહને 16 જાન્યુઆરીએ કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination) દરમિયાન વેક્સીન લગાવવામાં આવી હતી અને તેમનું મોત વેક્સીનના કારણે થયું છે. જોકે, મુખ્ય ચિકિત્સા અધિકારી એમ.સી. ગર્ગએ આરોપોને ફગાવતાં કહ્યું છે કે મહિપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ અટેક આવ્યું છે.

જિલ્લા અધિકારી રાકેશ કુમાર સિંહે પણ મહિપાલ સિંહનું મોત હાર્ટ અટેકથી થવાની વાત કહી છે. તેઓએ કહ્યું કે મહિપાલના મોત બાદ કોરોના વેક્સીનને લઈન અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મૂળે, 46 વર્ષીય સ્વાસથ્યકર્મી મહિપાલ સિંહને વેક્સીનેશન દરમિયાન કોરોના વેક્સીન આપવામાં આવી હતી. ત્યારબાદ મહિપાલ સિંહ ઘરે જતા રહ્યા હતા. ઘરે અચાનક તબીયત બગડી. ત્યારબાદ મહિપાલને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ હૉસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થઇ ગયું. પરિવારનો આરોપ છે કે વેક્સીન લીધા પહેલા મહિપાલની મેડિકલ તપાસ પણ નહોતી કરવામાં આવી.

આ પણ વાંચો, ભારતમાં કોરોનાની વિરુદ્ધ મહાઅભિયાનઃ દુનિયાભરથી શુભેચ્છાઓનો વરસાદ

મહિપાલના મોત બાદ મુરાદાબાદના મુખ્ય ચિકિત્સા અધિકારી એસ. સી. ગર્ગ તેમના ઘરે પહોંચ્યા. તેઓએ કહ્યું કે મહિપાલને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો રહેતો હતો. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થઈ ગયું. પરિવારના આરોપ પર સીએમઓએ કહ્યું કે મહિપાલનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. કેટલાક લોકો એવો ભ્રમ ઊભો કરી રહ્યા છે કે મુરાદાબાદમાં વેક્સીનના કારણે કોઈનું મૃત્યુ થયું છે. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ અટેક આવ્યું છે. આ ઘટના સાથે વેક્સીનનો કોઈ સંબંધ નથી.

આ પણ જુઓ, Viral Vide-ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- હું મારી પત્નીને ‘કિસ’ કરવાથી ડરું છું

" isDesktop="true" id="1064766" >

સીએમઓએ જણાવ્યું કે, વેક્સીનેશન અભિયાન હેઠળ મુરાદાબાદના 479 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી અને તમામની હાલત સારી છે. મહિપાલના પરિજનો મુજબ તેને પહેલાથી ન્યૂમોનિયા હતી, તેની સારવાર ચાલી રહી હતી.
First published:

Tags: Corona vaccine, Covid vaccine, ઉત્તર પ્રદેશ