Fact Check: 29 એપ્રિલે દુનિયા ખતમ થવાનો દાવો, જાણો શું છે વાયરલ વીડિયોની હકીકત

સોશિયલ મીડિયા પર અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAના હવાલાથી જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે

સોશિયલ મીડિયા પર અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAના હવાલાથી જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના તમામ દેશ હાલમાં ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus) સામે ઝઝૂમી રહ્યા છે. કોવિડ-19ના સંક્રમણથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે, જેથી લોકો ખૂબ ડરેલા છે. આ બધાની વચ્ચે વધુ એક ખગોળીય ઘટનાથી લોકો ડરેલા છે. સોશિયલ મીડિયા પર એવા અનેક રિપોર્ટ ચાલી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દુનિયામાં ટૂંક સમયમાં તબાહી આવશે અને 29 એપ્રિલ સુધી દુનિયા ખતમ થઈ જશે. અનેક યૂઝર્સ આ રિપોર્ટના કેટલાક વીડિયો પણ શૅર કરી રહ્યા છે પરંતુ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપવું જોઈએ. આ દાવાઓમાં કોઈ હકીકત નથી.

    સોશિયલ મીડિયા પર અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ના હવાલાથી જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. ખોટા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 29 એપ્રિલે દુનિયા ખતમ થઈ જશે. તેના સમર્થનમાં તસવીર અને વીડિયો પણ ફેલાવવામાં આવી રહ્યા છે. એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે જેમાં પૃથ્વીથી નજીક આવતો એક ઍસ્ટરૉઇડ દેખાઈ રહ્યો છે. આ વીડિયોનું કેપ્શન આપવામાં આવ્યું છે કે દુનિયા 29 એપ્રિલે ખતમ થઈ જશે.

    શું દાવો કરવામાં આવી રહ્યો છે?

    મૂળે, અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ હાલમાં એક સૂચના જાહેર કરી હતી. તે મુજબ, 29 એપ્રિલ 2020 સુધી એક વિશાળ ઉલ્કા પિંડ (asteroid)  પૃથ્વીની બાજુમાંથી પસાર થશે, જેનો આકાર હિમાલયના આકારથી અડધો હશે. જોકે હવે કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને લઈને ખોટા દાવા કરી રહ્યા છે કે અને ફેક ન્યૂઝ (Fake News)ને ફેલાવી રહ્યા છે.

    શું છે હકીકત?

    ચોક્કસપણે 29 એપ્રિલે એક વિશાળ ઉલ્કા પિંડ પૃથ્વીની પાસેથી પસાર થશે. નાસાના જણાવ્યા મુજબ, લગભગ બે હજાર ફુટ ક્ષેત્રફળવાળા 1998 OR2 નામનો ઉલ્કા પિંડ ધરતીથી 1.8 મિલિયન કિલોમીટરના અંતરથી પસાર થશે. છેલ્લા 400 વર્ષોમાં કે આવનારા 500 વર્ષોમાં ધરતીની આટલી નજીક આવાનરો ઉલ્કા પિંડ બીજો કોઈ નથી. પરંતુ તેનાથી પૃથ્વી બિલકુલ સુરક્ષિત રહેશે. તેનાથી ડરવાનો કોઈ વાત નથી. તેથી નાસાના હવાલાથી 29 એપ્રિલે દુનિયાના અંતની જાહેરાત કરનારા દાવા ખોટા છે.



    આ પણ વાંચો, ‘રામાયણ’ પહેલા આ શૉમાં સાથે કામ કરી ચૂક્યા છે ‘લક્ષ્મણ અને સીતા’, જુઓ વીડિયો

    આ ઉપરાંત નાસાના Sentry Impact Risk Page ઉપર પણ તેનો કોઈ ઉલ્લેખ નથી. નાસાનું આ પેજ પૃથ્વી પર પ્રભાવ પાડનારી સંભવિત ઘટનાઓ પર નજર રાખે છે. જેટલી ઝડપથી ઇન્ટરનેટની પહોંચ વધી છે, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવાની એટલી સરળ થઈ ગઈ છે. અમારા ફેક્ટ ચેકમાં 29 એપ્રિલે દુનિયા ખતમ થવાની વાત ખોટી પુરવાર થઈ છે.

    તકેદારી રાખો

    સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ રિપોર્ટનો કોઈ સોર્સ નથી હોતો. તેથી આપને પણ તકેદારી રાખવાની જરૂર છે. જો તમારી પાસે કોઈ સ્ટોરી આવે છે તો તેની પર વિશ્વાસ મૂકતાં પહેલા વિચાર કરો કે આ રિપોર્ટનો સોર્સ શું છે? તેને ફોરવર્ડ કેમ કરવામાં આવી રહી છે. તેની અસર શું થશે? જો સંબંધિત રિપોર્ટથી તમે તણાવ અનુભવી રહ્યા છો તો તેને આગળ ફોરવર્ડ ન કરો અને પોતાના સુધી સીમિત રાખીને તેને ડિલીટ કરી દો.

    આ પણ વાંચો, કોરોનાના દર્દીની સંખ્યા પર આશંકા, ICMR અને NCDCના આંકડામાં ભારે અંતર
    Published by:Mrunal Bhojak
    First published: