નવી દિલ્હી. પોતાની કોરોના વેક્સીન કોવેક્સીન (Covaxin Corona Vaccine)માં નવજાત વાછરડાના સીરમ (Newborn Calf Serum)નો ઉપયોગ કરવામાં આવતો હોવાના મીડિયો રિપોર્ટ પર ભારત બાયોટેક (Bharat Biotech)એ સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, અંતિમ રૂપથી તૈયાર કોરોના વેક્સીનમાં વાછરડાનું સીરમ નથી હોતું અને વેક્સીન નિર્માણની અંતિમ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીમાં પણ તેનો પ્રયોગ નથી થતો.
‘વીરો સેલ્સના વિકાસમાં થાય છે વાછરડાના સીરમનો ઉપયોગ’
મંત્રાલયે કહ્યું છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ માત્ર વીરો સેલ્સના વિકાસ તથા તેની તૈયારીમાં કરવામાં આવે છે. વીરો સેલ્સના વિકાસમાં દુનિયાભરમાં અલગ-અલગ પશુઓના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રમાણભૂત સ્વરૂપ છે. કોશિકાઓનું જીવન વધારવા માટે વીરો સેલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વેક્સીનના ઉત્પાદનમાં મદદ મળે છે. આ પદ્ધતિનો ઉપયોય પોલિયો, રેબિઝ અને ઇન્ફ્લુએન્જાની વેક્સીનના નિર્માણમાં થતો રહ્યો છે.
મંત્રાલયનું કહેવું છે કે વીરો સેલ્સના વિકાસ બાદ તેને અનેકવાર પાણી અને રસાયણથી સાફ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વીરો સેલ્સ પર વાછરડાના સીરમ દૂર થઈ જાય છે. ત્યારબાદ વાયરલ ગ્રોથ માટે વીરો સેલ્સને કોરોના વાયરસની સાથે સંક્રમિત કરવામાં આવે છે. વાયરસ ગ્રોથ દરમિયાન વીરો સેલ્સ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. આ પ્રક્રિયાથી ઉત્પન્ન વાયરસ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ મરેલા વાયરસનો ઉપયોગ ફાઇનલ વેક્સીન બનાવવામાં કરવામાં આવે છે. અંતિમ વેક્સીનની સામગ્રીમાં વાછરડાના સીરમનો ઉપયોગ નથી કરવામાં આવતો.
ક્યારે ઊભો થયો વિવાદ?
મૂળે, કૉગ્રેસ (Congress)ના નેશનલ કોર્ડિનેટર ગૌરવ પાંધી (Gaurav Pandhi)એ જણાવ્યું હતું કે, કોવેક્સીનમાં વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે, આ જવાબ સેન્ટ્રલ ડ્રગ્સ કન્ટ્રોલ ઓર્ગનાઇઝેશન (CDSCO)એ વિકાસ પાટની નામની વ્યક્તિની RTI પર આપ્યો હતો.
BJP Govt should NOT betray the faith & belief of people, if Covaxin or any other vaccine consists of cow-calf serum, then people have the right to know.
Vaccines are the life line today and everyone must get vaccinated (as & when available) keeping faiths & beliefs aside. 💉 pic.twitter.com/Khplk3iOb6
ગૌરવ પાંધીએ આરટીઆઇનો જવાબનો સ્ક્રીનશોટ પણ ટ્વીટર પર શૅર કર્યો હતો. તેમણે વીડિયો મેસેજના માધ્યમથી કેન્ર્ાની બીજેપી સરકાર પર લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પાંધીએ કહ્યું કે સરકારે માની લીધું છે કે ભારત બાયોટેકની વેક્સીનમાં ગાયના વાછરડાનું સીરમ સામેલ છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. આ જાણકારી પહેલા જ લોકોને આપવી જોઈતી હતી.