Fact Check: શહેરથી 15 કિલોમીટરની હદમાં હેલ્મેટ પહેરવું જરૂરી નથી? જાણો હકીકત

પ્રતિકાત્કમ તસવીર

વૉટ્સએપ (WhatsApp) પર થોડા દિવસ પહેલા એક સંદેશ વાયરલ (Viral Message) થયો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે શહેરની 15 કિલોમીટરની હદમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી.

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં એક તરફ કોરોનાની મહામારી (Corona Pandemic) ફેલાતી જાય છે અને બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ અવનવી અફવા પણ ફેલાતી રહે છે. વૉટ્સએપ (WhatsApp) પર થોડા દિવસ પહેલા એક સંદેશ વાયરલ (Viral Message) થયો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે શહેરની 15 કિલોમીટરની હદમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. તપાસમાં માલુમ પડ્યું છે કે આ સમાચાર બિલકુલ ફૅક છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) તરફથી આ સમાચાર ખોટા હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ તમામ લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી છે.

    એવો દાવો કરવામાં આવ્યો છે કે સાગર કુમાર જૈન નામના એક વ્યક્તિની અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. વૉટ્સએપમાં વાયરલ થઈ રહેલા મેસેજમાં સાગર કુમાર જૈનની અરજીનો હવાલો આપતા લખવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા કે પછી નગરપંચાયતની હદના 15 કિલોમીટરની અંદર લોકોએ હેલ્મેટ પહેરવું અનિવાર્ય નથી. વાયરલ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમને કોઈ પોલીસ કે ટ્રાફિક જવાન અટકાવે તો તેમને કહેવું કે તમે નગરપાલિકા કે નગરપંચાયતના વિસ્તારમાં છો. કારણ કે શહેરની હદના 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં હેલ્મેટ પહેરવું અનિવાર્ય નથી.

    ફેક્ટ ચેક :

    ભારત સરકારના અધિકારિક ટ્વિટર હેન્ડલ પીઆઈબી પર ફેક્ટ ચેક તરફથી આ દાવાને ખોટો બતાવવામાં આવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કર્યું છે કે, "આ દાવો ખોટો છે. વાહન ચલાવવા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે." નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારના અનેક ફૅક સંદેશ વાયરલ થતા રહે છે. એક અન્ય મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે રામ મંદિરનો ફેંસલો સંભળાવનાર જજ રંજન ગોગોઈ કોરોના સંક્રમિત થયા છે. આ દાવો પણ ફૅક છે.
    Published by:Vinod Zankhaliya
    First published: