Fact Check: શું સાચે જ બેરોજગારો માટે દરેક રાજ્યમાં આવકવેરા વિભાગમાં 70,000 પોસ્ટ પર ચાલી રહી છે ભરતી?

News18 Gujarati
Updated: September 19, 2020, 8:55 AM IST
Fact Check: શું સાચે જ બેરોજગારો માટે દરેક રાજ્યમાં આવકવેરા વિભાગમાં 70,000 પોસ્ટ પર ચાલી રહી છે ભરતી?
પ્રતિકાત્મક તસવીર

પીઆઈબી ફેક્ટ ચેક: સોશિયલ મીડિયા પર ફરી રહેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે આવકવેરા વિભાગમાં તાત્કાલિક 70 હજાર જેટલી ભરતી કરવાની છે.

  • Share this:
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર એક ખબર ખૂબ વાયરલ (Viral News) થઈ રહી છે. આ ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે આવકવેરા વિભાગમાં તમામ રાજ્યોમાં 70 હજાર જેટલી ભરતી કરવામાં આવનાર છે. આ ખબર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સમાચાર પ્રમાણે સરકારને સૌથી વધારે આવક ટેક્સ સ્વરૂપે અને આવકવેરા વિભાગથી થાય છે. સરકાર તરફથી વધારે 50 ટકા દુકાનોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કારણે આવકવેરા વિભાગ તરફથી તમામ રાજ્યોમાં 70 હજારથી વધારે ભરતી શરૂ કરવામાં આવી છે. તો જાણીએ આ ખબરમાં કેટલું તથ્ય છે. (આ પણ વાંચો: શું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ)

શું સાચે ભરતી થઈ રહી છે?

આ સમાચાર અંગે તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ સમાચાર ખોટા છે. આ અંગે કોઈ પણ વેબસાઇટ પર કોઈ પણ પ્રકારની જાહેરાત આપવામાં આવી નથી. જ્યારે પીઆઈબી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ દાવો ખોટો છે. સરકાર તરફથી આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

આ સમાચારમાં એક વધારાની સૂચના પણ જોડાયેલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2019-2020 ઉપરાંત દેશી દારૂ, વિદેશી દારૂ, બીયરની દુકાનો તેમજ મૉડલ શૉપની નોંધણીના હેતુ માટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. જેના કારણે સરકારે આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: રેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો

કોરોના કાળમાં બેરોજગારીને કારણે સોશિયલ મીડિયા પર ગત દિવસોમાં આવા ફૅક ન્યૂઝ વાયરલ થતા આવ્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો તરફથી આ સમાચાર ખોટો હોવાનું જણાવી કહેવામાં આવ્યું છે કે, સરકારે આવો કોઈ નિર્ણય નથી કર્યો. સરકાર પણ કોરોના કાળમાં આવા ફૅક સમાચાર ફેલાતા રોકવા માટે અનેક પ્રયાસ કરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 19, 2020, 8:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading