પાકિસ્તાનના વિદેશમંત્રી સાહ મહેમૂદ કુરેશીએ શનિવારે કહ્યું કે, પાકિસ્તાન પોતાની જમીન પર ભારત સહિત કોઈ પણ દેશ વિરુદ્ધ આતંકવાદ માટે ઉપયોગ નહી થવા દે. તેમણે દાવો કર્યો કે, જૈશ-એ-મોહમ્મદ આતંકી સમૂહના નર્વ સેન્ટરને સરકારે પોતાના કબજામાં લઈ લીધુ છે.
ભારતે બુધવારે પાકિસ્તાનને એક ડોઝિયર સોપ્યું હતું. આ ડોઝિયરમાં પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ અને પાકિસ્તાનમાં જૈશના ટેરર કેમ્પોની શિબિર હોવાની સ્પેસિફિક ડિટેલ્સ હતી. જૈશ-એ-મોહમ્મદને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ આતંકી સમૂહ માન્યું છે.
કુરેશીનું કહેવું છે કે, ભારતે પોતાનું ડોઝિયર સોપ્યું. જો ભારત આ મુદ્દે વાત કરવા માંગે છે તો, તેના માટે અમે તૈયાર છીએ. દેશમાં નવા વિચારોવાળી નવી સરકાર છે અને તેની નીતિઓ બિલકુલ સ્પષ્ટ છે.
કુરેશીએ આ નિવેદન એવા સમયે આપ્યું, જ્યારે પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
કુરેશીનું કહેવું છે કે, આ મુદ્દે હજુ પણ ભ્રમ છે કે, જૈશે હુમલાની જવાબદારી લીધી છે કે નથી લીધી. તેમણે કહ્યું કે, ભ્રમ એ છે કે, જ્યારે જૈશ નેતૃત્વ સાથે વાતચીત કરવામાં આવી તો,તેમણે હુમલામાં પોતાનો હાથ હોવાની ના પાડી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર