Home /News /national-international /બેન્કમાંથી પૈસા ઉપાડવાનું થશે અઘરુ: લાગૂ થશે આ કડક નિયમ, પાસબુક નહીં હવે ચહેરો અને આંખ પણ બતાવવી પડશે

બેન્કમાંથી પૈસા ઉપાડવાનું થશે અઘરુ: લાગૂ થશે આ કડક નિયમ, પાસબુક નહીં હવે ચહેરો અને આંખ પણ બતાવવી પડશે

બેન્કમાં નવા નિયમો

અમુક મોટી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોએ આ વિકલ્પનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. એક બેન્કરે નામ નહીં છાપવાની શરતે જણાવ્યું છે કે, વેરિફાઈની મંજૂરી આપતી એડવાઈઝરીને જાહેર કરવામા આવી નથી અને પહેલાથી તેની સૂચના પણ આપવામાં આવી નથી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: જો આપ સતત બેંકોમાં જઈને લેવડદેવડ કરી રહ્યા છો, તો આવનારા દિવસોમાં આપની ઓળખાણ ચહેરા અને આંખ દ્વારા પ્રુફ કરવાની રહેશે. બેન્કીંગ ફ્રોડ અને ટેક્સ ચોરીને ઘટાડવા માટે ભારત સરકાર બેન્કોને આ કડક નિયમો લાગૂ કરવાની પરમિશન આપી દીધી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રોના હવાલેથી કહેવાયું છે કે, કેન્દ્ર સરકાર બેન્કોને ચહેરાની ઓળખાણ અને અમુક મામલામાં આંખની આઈરિસ સ્કેનનો ઉપયોગ કરીને એક નિશ્ચિત વાર્ષિક મર્યાદાથી વધારે પર્સનલ ટ્રાંજેક્શનને વેરિફાઈ કરવાની મંજૂરી આપી રહી છે.

    આ પણ વાંચો: VIDEO: બેન્કોકથી આવી રહેલી ફ્લાઈટમાં હજારો ફુટ ઊંચાઈ પર પેસેન્જરો વચ્ચે થઈ મારામારી, વીડિયો વાયરલ

    અમુક મોટી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોએ આ વિકલ્પનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું છે. એક બેન્કરે નામ નહીં છાપવાની શરતે જણાવ્યું છે કે, વેરિફાઈની મંજૂરી આપતી એડવાઈઝરીને જાહેર કરવામા આવી નથી અને પહેલાથી તેની સૂચના પણ આપવામાં આવી નથી.

    વેરિફિકેશન અનિવાર્ય નથી, પણ અમુક કેસમાં જરુર હશે


    જો કે, આ વેરિફિકેશન ફરજિયાત નથી, પણ અમુક કિસ્સામાં તે જરુરી હશે, જ્યાં ટેક્સ સાથે જોડાયેલ મામલામાં સરકારી ઓળખાણ પત્ર, પાન કાર્ડ, બેન્કોની સાથે શેર નથી કર્યા. બેન્કો દ્વારા ગ્રાહકોના ચહેરાની ઓળખાણનો ઉપયોગ કરનારા આ પગલાથી પ્રાઈવસી સાથે જોડાયેલ મામલાની સમજ રાખનારા નિષ્ણાંતો થોડા ચિંતિત છે.

    વકીલ અને સાઈબર કાયદાના નિષ્ણાંત પવન દુગ્ગલે લાઈવ મિંટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ખાસ કરીને ગોપનિયતા સંબંધી ચિંતાઓને વધારે છે, જ્યારે ભારતમાં ગોપનિયતા, સાઈબર અને ચહેરાની ઓળખાણ એક મજબૂત કાયદાનો અભાવ છે. જો કે, સરકારે કહ્યું છે કે, તે 2023ની શરુઆત સુધીમાં સંસદમાં નવા પ્રાઈવસી કાયદાને મંજૂરી મળી જશે.

    આ ગ્રાહકોને થઈ શકે છે મુશ્કેલી


    નામ ન છાપવાની શરત પર બે સરકારી અધિકારીઓએ કહ્યું કે, નવા ઉપાયોનો ઉપયોગ એક નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે જમા અને નિકાસી કરનારા વ્યક્તિઓની ઓળખાણ વેરિફાઈ કરવા માટે થઈ શકે છે, જ્યાં ઓળખાણના પ્રમાણ તરીકે આધાર શેર કરવામાં આવે છે. કારણ કે, જાણકારી જાહેર થઈ નથી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bank

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन