શું મીઠામાં દાટી દેવાથી પાણીમાં ડૂબીને મરી ગયેલો માણસ ફરી જીવતો થાય છે?

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાણીમાં ડૂબીને મરી ગયેલા વ્યક્તિને મોતના થોડા કલાકમાં 4-5 કલાક સુધી મીટાની અંદર દાટી દેવામાં આવે તો, તેનો શ્વાસ ફરી ચાલુ થઈ શકે છે

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાણીમાં ડૂબીને મરી ગયેલા વ્યક્તિને મોતના થોડા કલાકમાં 4-5 કલાક સુધી મીટાની અંદર દાટી દેવામાં આવે તો, તેનો શ્વાસ ફરી ચાલુ થઈ શકે છે

 • Share this:
  આજકાલ સોશિયલ મીડિયા નવી નવી જાણકારી મેળવવાનું સાધન બની ગયું છે. પરંતુ, સોશિયલ મીડિયા પર આપવામાં આવતી જાણકારી કેટલી સાચી છે, તે જાણવાની કોશિસ કોઈ નથી કરતુ. કેટલીક વખત ખોટી અને ભ્રામક જાણકારી સોશિયલ મીડિયા પર ફેલાવી દેવામાં આવે છે. તેને લઈ કેટલીક વખત મુશેકેલી ઉભી થઈ જાય છે.

  મધ્યપ્રદેશમાં એક આવો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના સાંવરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા વોટ્સઅપ પર એક મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજમાં મંદસૌરના એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે, જો કોઈ પાણીમાં ડૂબીને મરી જાય અને તેની બોડી 3-4 કલાકમાં મળી આવે, તો તેની જિંદગી બચાવી શકાય છે. આ દાવા સાથે મેસેજમાં ત્રણ મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા હતા, અને આ મેસેજ વધારે લોકોને ફોરવર્ડ કરવાની અપીલ કરવામાં આવી હતી.

  વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાણીમાં ડૂબીને મરી ગયેલા વ્યક્તિને મોતના થોડા કલાકમાં 4-5 કલાક સુધી મીટાની અંદર દાટી દેવામાં આવે તો, તેનો શ્વાસ ફરી ચાલુ થઈ શકે છે. મેસેજમાં તેની પાછળનું કારણ બતાવતા લખવામાં આવ્યું હતું કે, મીઠુ શરીરની અંદર રહેલા પાણીને સુકવી કાઢે છે, જેથી મૃતકનો શ્વાસ ફરી ચાલુ થઈ જાય છે.

  જીવતા કરવા માટે મીઠાની અંદર દાટી દેવામાં આવ્યા બે ભાઈના શબ
  આ વાયરલ મેસેજની તપાસ કર્યા વગર તેને એક વ્યક્તિએ અમલમાં લાવી દીધો. સાંવેર વિસ્તારના ચિતૌડ ગામમાં એક તળાવમાં ડૂબવાથી બે ભાઈના મોત થઈ ગયા હતા. તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, અહીં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. પરંતુ, વાયરલ મેસેજના કારણે પરિવારજનોએ તેમનુ પોસ્ટમાર્ટમ કરાવવાની ના પાડી દીધી. હોસ્પિટની બહાર જ ગ્રામિણોએ બે ક્વિંન્ટલ મીઠુ મંગાવ્યું અને બે ભાઈના શબને મીઠાના ઢગલામાં દાટી દીધા.

  વાયરલ મેસેજને સાચો માની ગ્રામીણોને ભરોસો હતો કે, 4-5 કલાકમાં બંને ભાઈ જીવતા થઈ જશે. જોકે, આવુ કઈં થયુ નહીં. ઉલટાનું 4-5 કલાક મીઠાની અંદર શબ રાખવામાં આવતા, ડેડ બોડી ખરાબ થઈ ગઈ. ગ્રામીણોએ વિચાર્યા વગર જ એક ખોટી જાણકારીને સાચી માની લીધી.

  આવી જ ઘટના રાજસ્થાનના ભીલવાડામાં પણ સામે આવી, અહીં પણ આજ પ્રકારે પરિવારે ડુબીને મરેલા બાળકની ડેડ બોડીને મીઠામાં મુકી, પરંતુ જીવ પાછો ન આવ્યો. મહારાષ્ટ્રના જલગાંવમાં પણ આવી એક ઘટના સામે આવી.

  ડૂબવાના મામલામાં મીઠાના ઉપચારની કોઈ વિધિ નથી
  ડોક્ટર આવા મામલા પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે, મીઠામાં બોડીને દબાવતા શ્વાસ પાછો આવે તે કહાની બકવાસ છે. અસલમાં મીઢુ એસિડ બનાવે છે. એટલે મીઠુ બોડીના સંપર્કમાં આવતા બોડી ગળવા લાગે છે. શબ દફનાવવામાં મીટાનો ઉપયોગ થાય છે, જેથી બોડી ઝડપી ગળી જાય.

  ડૂબવાના મામલામાં મોટાભાગે ફેફસાંમાં પાણી ભરાઈ જવાથી મોત થતુ હોય છે. આવી સ્થિતિમાં ડૂબવાના થોડા સમયમાં ફેફસાંમાંથી પાણી નીકાળવાની કોશિસ કરવામાં આવે છે. મોંઢા દ્વારા કુત્રિમ શ્વાસ આપી ઓક્સિજન આપવામાં આવે છે. જો ડૂબવાની થોડી મીનિટોમાં આવુ કરવામાં આવે તો, કેટલાક મામલામાં શ્વાસ પાછો આવી જાય છે. ડોક્ટર સીપીઆર કરવાની પણ સલાહ આપે છે. પરંતુ, મીઠાની અંદર દાટવાથી શ્વાસ પાછો આવે તે વાત એકદમ બકવાસ છે.
  Published by:kiran mehta
  First published: