મુશ્કેલીમાં હતા ઝકરબર્ગ અને FACEBOOKના શેરોએ કર્યુ 2 વર્ષનું સૌથી શાનદાર પ્રદર્શન

 • Share this:
  ફેસબુકના શેર માટે 10 એપ્રિલ લગભગ બે વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દિવસ રહ્યો છે.ફેસબુક સીઈઓ માર્ક ઝકરર્બગ જ્યારે યુ.એસ. કોંગ્રેસની સંયુક્ત સત્રમાં સિનેટરના મુશ્કેલ પ્રશ્નોનોનો સામનો કરી રહ્યા હતા, તે સમયે ફેસબુકના શેર એ ભવ્ય પ્રદર્શન કર્યું.માર્ક જકરર્બગે જે રીતે સેનેટ જ્યુડિશ્યરી અને કૉમર્સ કમિટી સામે પોતાનો પક્ષ રાખવાનું શરૂ કર્યુ ત્યારે ફેસબુકના શેરોમાં ઝડપથી વધારો થયો. મંગળવારે કંપનીના શેરમાં 4.5 ટકાનો ઉછાળો 165.04 ડોલરની સપાટીએ પહોંચ્યો.ફેસબુકના શેરોનું ભવ્ય પ્રદર્શનથી આશા છે કે ઝકરબર્ગ કંપની માટે કડક રેગ્યુલેશન લઇને આવશે.સાથે સાથે,તે કંપનીના ઇન્વેસ્ટર્સ હિતોને પણ ધ્યાન રાખશે.

  ફેસબુકના શેરમાં 4.5 ટકાનો વધારો
  મંગળવારે જેવી ડેટા લિક સાથે જોડાયેલા કેસની સુનાવણી શરૂ થઈ,ફેસબુકના શેરમાં આશરે 2 ટકા વધારો થયો. જકરબર્ગ જેવા જ સેનેટર લિન્ડસે ગ્રાહમ અને અન્ય સિનેટરોના મુશ્કેલ ભર્યા સવાલોના જવાબ આપવાનું શરૂ કર્યુ તેજી વધતી ગઇ.ફેસબુકના શેરમાં આવી તેજીથી વોલ સ્ટ્રીટ પર ઝકરબર્ગને સંપૂર્ણ ભરોસો છે.

  બીજા તરફ મીડિયા કંપનીઓના શેરોમાં પણ આવ્યો ઉછાળો
  મંગળવાર બીજી સોશ્યલ મીડિયા કંપનીઓના શેરોમાં પણ ઝડપથી વધારો થયો હતો.યૂટ્યૂબના માલિકી હક ધરાવતા ગૂગલના શેરમાં 1.6 ટકાનો વધારો થયો.ત્યાં, સ્નેપચેટ,પૈરન્ટ ઇન્કના શેરમાં 2.3 ટકાની તેજી જોવા મળી.ટ્વિટર પર શેરમાં 5.5 ટકાની ઉછાળો આવ્યો.કેમ્બ્રિજ ઍનાલિટિકા સાથે જોડાયેલો મામલો સામે આવ્યા બાદ ફેસબુકના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો.કંપનીના
  શેર બે-ત્રણ દિવસ માત્ર 18 ટકા ઘટ્યા હતા.ત્યારબાદ રોકાણકારોએ માંગ કરી હતી કે ઝકબર્ગ સામે આવે અને આ સમગ્ર કેસમાં કંપનીના પક્ષને આગળ રાખે. મહત્વની બાબત એ છે કેઝકરબર્ગેને બ્રિટિશ પાર્લામેન્ટની સામે હાજર થવા પર ઇનકાર કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે તે આ કેસની સુનાવણી માટે તેમના સિનિયર અધિકારીઓને લંડન મોકલી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published: