Home /News /national-international /

રોહિંગ્યા મુસ્લિમોના નરસંહાર માટે જવાબદાર Facebook! 150 અબજ પાઉન્ડનો કેસ થયો, જાણો સમગ્ર મામલો

રોહિંગ્યા મુસ્લિમોના નરસંહાર માટે જવાબદાર Facebook! 150 અબજ પાઉન્ડનો કેસ થયો, જાણો સમગ્ર મામલો

ફેસબુક પર આ કેસ સાન ફ્રાન્સિસ્કોમાં દાખલ કરવામાં આવ્યો છે.

Social Media, Facebook, Rohingya Muslims: ફેસબુક સામે ફરી સમસ્યા ઊભી થઈ છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોના નરસંહાર માટે ફેસબુકને જવાબદાર ઠેરવતા કંપની સામે 150 અબજ પાઉન્ડ નુકસાનીનો કેસ ઠોકવામાં આવ્યો છે.

    નવી દિલ્હી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. થોડા દિવસો પહેલા વોટ્સએપને યુરોપીય સંઘના ડેટા પોલિસીના ઉલ્લંઘનને લઈને 225 મિલિયન યુરો (આશરે 1,942 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે ફેસબુક સામે નવી સમસ્યા ઊભી થઈ છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોના નરસંહાર માટે ફેસબુકને જવાબદાર ઠેરવતા કંપની સામે 150 અબજ પાઉન્ડ વળતરનો કેસ ઠોકવામાં આવ્યો છે.

    ફેસબુક પર આ કેસ સાન ફ્રાન્સિસ્કોમાં દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણપૂર્વ એશિયાના એક નાના એવા દેશના બજારમાં પોતાની પકડ બનાવવા માટે પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ફેસબુકે પોતાના પ્લેટફોર્મના માધ્યમથી નફરત ફેલાવનારી વાતો અને ભાષણને પ્રોત્સાહન આપ્યું.

    ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ફેસબુકનું અલ્ગોરિધમ એવું છે કે તે દ્વેષપૂર્ણ ભાષણોને પ્રોત્સાહન આપે છે અને આવી પોસ્ટ્સ સામે અમેરિકા અને યુકેમાં શરુ થયેલી કાનૂની કાર્યવાહી પછી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોસ્ટ દૂર કરવામાં આવી નથી.

    ફેસબુક વિરુદ્ધ નોંધવામાં આવેલી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે, બર્મામાં આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની હાજરીના ફાયદા ખૂબ ઓછા હતા, જ્યારે તેના ઉપયોગથી રોહિંગ્યા મુસ્લિમોના હિતોને નુકસાન ઘણું થયું, તેમ છતાં તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

    આ પણ વાંચો: ખુદની સોશ્યલ મીડિયા કંપની માટે ડોનાલ્ડ ટ્રમ્પે 75 અબજ રૂપિયા ઊભા કર્યા, ટ્વિટર-ફેસબુક પર બૅન છે

    ફેસબુકે 2018માં સ્વીકાર્યું હતું કે તેણે મ્યાનમારમાં મુસ્લિમ લઘુમતી રોહિંગ્યા વિરુદ્ધ હિંસા અને અભદ્ર ભાષાવાળી પોસ્ટને રોકવા માટે પૂરતા પગલાં લીધાં ન હતા. કંપની દ્વારા કમિશન કરવામાં આવેલી એક સ્વતંત્ર રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 'ફેસબુક નફરત ફેલાવવાનું અને નુકસાન પહોંચાડવાનું મુખ્ય સાધન બની ગયું છે, અને પોસ્ટને ઓફલાઇન હિંસા સાથે જોડવામાં આવી છે'.

    આ પણ વાંચો: Omicron cases in India : ઓમિક્રોન વેરિઅન્ટ ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ચિંતાજનક

    યુએસ અને યુકેમાં, ફેસબુક સામે કેટલાય આરોપોનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં પ્રથમ એ છે કે ફેસબુકના અલ્ગોરિધમે રોહિંગ્યા લોકો વિરુદ્ધ અભદ્ર ભાષા અને દ્વેષપૂર્ણ ભાષણ ફેલાવ્યા. કંપની સ્થાનિક મધ્યસ્થીઓ અને તથ્ય તપાસનારાઓમાં રોકાણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી, તે રોહિંગ્યા લોકો વિરુદ્ધ હિંસા ઉશ્કેરતી પોસ્ટને દૂર કરવામાં નિષ્ફળ રહી, અને ફેસબુકે એ એકાઉન્ટ્સ પણ બંધ ન કર્યા જ્યાંથી આવી પોસ્ટ કરવામાં આવી રહી હતી અથવા જેમાં આવા ભાષણો મૂકવામાં આવ્યા હતા.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Facebook, Muslim Family, Social media

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन