ઓસ્ટ્રેલિયામાં ફેસબુકની કડકાઈ, તમામ સરકારી પેજ બ્લોક કર્યા

ઓસ્ટ્રેલિયામાં ફેસબુકની કડકાઈ, તમામ સરકારી પેજ બ્લોક કર્યા
ઓસ્ટ્રેલિયાની સરકાર અને ફેસબુક વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે

ઓસ્ટ્રેલિયાની સરકાર અને ફેસબુક વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે

 • Share this:
  મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાની સરકાર અને ફેસબુક વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. 18 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ કન્ટેન્ટ(content)ની ચૂકવણી બાબતે સરકાર સાથે થયેલા વિવાદમાં આશ્ચર્યજનક અને નાટકીય રીતે તમામ મીડિયા સામગ્રીને બંધ કરી છે. ઓસ્ટ્રેલિયા(Australia)ના લોકોને તેમના ફેસબુક(Facebook Inc)ની ન્યૂઝ ફીડ ખાલી જોવા મળતા ડરી ગયા હતા.

  સમાચાર ઉત્પાદકો અને કાયદાકીય નિષ્ણાંતોએ ફેસબુકના આ નિર્ણયની કડકાઈથી ટીકા કરી છે. ઓસ્ટ્રેલિયામાં ઉનાળાની બુશફાયર સિઝનની શરૂઆતમાં આ થયું છે. ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં ખુદ પોતાના પેજ પણ બ્લૉક કરી દીધા છે. ફેસબુકના આ પગલાથી ઓસ્ટ્રેલિયામાં ઇમરજન્સી સેવાઓ ઉપર પણ અસર પડી છે. પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ અને વાવાઝોડા સંબંધિત જાણકારીઓ આપતા પેજ પણ બંધ થઇ ગયા છે.  ફેડરલ વિપક્ષના ધારાસભ્ય મેડેલીન કિંગે ઈમરજન્સી સેવાની કટોકટી જેવી સ્થિતિ સર્જવા બદલ બળાપો ઠાલવતા ટ્વિટ કર્યું કે તો ફેસબુક તુરંત જ બુશફાયર સિઝનના મધ્યમાં જ @abcperth, @6PR, @BOM_au, @BOM_WA, AND @dfes_waને પ્રતિબંધિત કરી શકે છે, પરંતુ તેઓ ખુની બંદૂક ગુનાના વીડિયોને હટાવી શકતા નથી? અવિશ્વસનીય. અસ્વીકાર્ય. અહંકારગ્રસ્ત ફેસબુક.

  આ પણ વાંચો - Exclusive: કેવી રીતે પાછળ હટ્યું ચીન, ભારતે કેવી રીત ઓગસ્ટમાં કર્યું ઓપરેશન, જાણો સેના પાસેથી

  શું છે સમગ્ર મામલો?

  ફેસબુક અને સર્ચ જાયન્ટ ગુગલ (Google Inc)એ બંન્નેએ ચેતવણી આપી હતી કે તેઓ નવા કડક કાયદાના અમલીકરણને કારણે ઓસ્ટ્રેલિયામાં તેમની સેવાઓ રદ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયદામાં બંને કંપનીઓને કન્ટેન્ટ બદલ યૂઝર્સ કે પોસ્ટ કરનાર પ્રકાશકોને પૈસા ચૂકવવા દબાણ થશે તેવી આશંકા વ્યકત કરાઈ છે.

  ઓસ્ટ્રેલિયાના મેટ્રોન્યૂઝ માર્કેટનો મહત્તમ હિસ્સો ધરાવતા Nine, News Corp અને દેશના સરકાર સંચાલિત કુદરતી આફતો દરમિયાન કેન્દ્રીય માહિતી સ્ત્રોત ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ(Australian Broadcasting Corp) પણ બ્લોક છે. દેશની 33% વસ્તી માટે જરૂરી એવા ક્વીન્સલેન્ડ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યના આરોગ્ય વિભાગોના પેજની સામગ્રી હટાવી લેવામાં આવી છે.

  સરકાર હસ્તકના મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના પણ ડેટા દૂર કરાયા છે,જે બુશફાયરના ભય, પૂર અને અન્ય કુદરતી આફતો અંગેની માહિતી અને સલાહ માટેનો સરકારી સ્ત્રોત છે.

  ગૂગલે રસ્તો શોધ્યો

  સર્ચ એન્જિન ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે તાજેતરના દિવસોમાં ઘણાં આઉટલેટ્સ સાથેના પ્રિમીટિવ સોદા(preemptive deals)ને મંજૂરી આપી છે. News Corpએ પણ તાજેતરમાં જ ગૂગલ પાસેથી ન્યૂઝ કન્ટેન્ટ માટે "નોંધપાત્ર ચૂકવણી" પ્રાપ્ત થવાની આશા વ્યકત કરી છે.
  Published by:Ashish Goyal
  First published:February 18, 2021, 15:15 pm

  ટૉપ ન્યૂઝ