Facebook Indiaની અધિકારી અંખી દાસે નોંધાવી ફરિયાદ, કહ્યું- મારા જીવને જોખમ

News18 Gujarati
Updated: August 18, 2020, 2:01 PM IST
Facebook Indiaની અધિકારી અંખી દાસે નોંધાવી ફરિયાદ, કહ્યું- મારા જીવને જોખમ
અંખી દાસે પોતાની ફરિયાદમાં આપ્યા 5 લોકોના નામ, કહ્યું- મને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે

અંખી દાસે પોતાની ફરિયાદમાં આપ્યા 5 લોકોના નામ, કહ્યું- મને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં ફેસબુક (Facebook India)ની વરિષ્ઠ અધિકારી એ દિલ્હી પોલીસ (Delhi Police)માં ફરિયાદ નોંધાવીને કહ્યું છે કે તેમના જીવને જોખમ છે. તેઓએ પોતાની ફરિયાદમાં પાંચ લોકોના નામ લીધા છે. દક્ષિણ અને મધ્ય એશિયામાં ફેસબુકની પોલિસી ડાયરેક્ટર અંખી દાસ (Ankhi Das)એ આ ફરિયાદ નોંધાવી છે. આ મામલા પર દક્ષિણ દિલ્હીના ડીસીપીએ જાણકારી આપી કે દાસની ફરિયાદ મળી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદ નોંધાતા જ તેને સાઇબર સેલને ટ્રાન્સફર કરી દેવામાં આવી અને બાદમાં કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

49 વર્ષીય અંખી દાસની ફરિયાદ તે રિપોર્ટ બાદ નોંધવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા કંપનીની અધિકારી પર કથિત રીતે આરોપ છે કે તેઓએ સાંપ્રદાયિક આરોપોવાળી પોસ્ટ મૂકવાના મામલામાં તેલંગાનાના એક બીજેપી ધારાસભ્ય પર સ્થાયી પ્રતિબંધને રોકવા સંબંધી આંતરિક પત્રમાં દખલ કરી હતી. નોંધનીય છે કે, વૉલ સ્ટ્રીટ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત અહેવાલમાં ફેસબુકમાં કામ કરનારાઓના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Facebook Issue in India: પક્ષપાતના આરોપ પર ફેસબુકની સ્પષ્ટતા- અમે રાજકીય પાર્ટીની હેસિયત નથી જોતા

મને અપશબ્દો કહેવામાં આવી રહ્યા છેઃ અંખી દાસ

અંખી દાસે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ત્યારથી તેમને ધમકીઓ મળી રહી છે. તેઓએ કહ્યું, (પોસ્ટ કરવામાં આવતી) સામગ્રીમાં, ત્યાં સુધી કે મારી તસવીરો પણ સામેલ છે અને મને જીવથી મારવાની અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી રહી છે. મને મારા અને મારા પરિવારના સભ્યોની સુરક્ષાનો ડર છે. એક અહેવાલના આધારે સામગ્રીમાં મારી છબિ પણ ખરડવામાં આવી છે અને મને અપશબ્દ કહેવામાં આવી રહ્યા છે, સાઇબર ધમકી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો, IGNOU admissions 2020: IGNOU એડમિશન માટેની અંતિમ તારીખ લંબાવાઈ, 31 ઓગસ્ટ સુધીમાં કરો અરજીદાસે આરોપ લગાવ્યો કે આરોપી દ્વારા પોતાના રાજકીય જોડાણને લઈ જાણી જોઈને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તથા હવે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન ગાળાગાળી કરવા લાગ્યા છે. તેમને અપરાધિક ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, ભારે ઘટાડા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં Goldમાં ફરી જોરદાર તેજી, શું ભારતમાં વધશે ભાવ?

વૉલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં ફેસબુક દ્વારા ભારતમાં (કેન્દ્રમાં) સત્તાધારી પાર્ટીના નેતાએ પર ઉશ્કેરીજનક ભાષણ સંબંધી નિયમો લાગુ કરવામાં બેદરકારીનો દાવો થયા બાદ કૉંગ્રેસ અને બીજેપીની વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે.
Published by: Mrunal Bhojak
First published: August 18, 2020, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading