liveLIVE NOW

Facebook Fuel for India 2020: ફેસબુક કેમ ભારત-જિયોમાં કરી રહ્યું છે રોકાણ? - ઝકરબર્ગે જણાવ્યું કારણ

Facebook Fuel for India 2020: ભારતની ડિજિટલ ઉપલબ્ધિઓની ક્રેડિટ PM મોદીના કેમ્પેનને જાય છે- મુકેશ અંબાણી

  • News18 Gujarati
  • | December 15, 2020, 12:53 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO
    12:58 (IST)
    બીજી તરફ, મુકેશ અંબાણીએ રોકાણ કરવા માટે ફેસબુકનો ફરી એકવાર આભાર વ્યક્ત કર્યો અને પોતાનું સંબોધન પૂરું કર્યું. Fuel For India 2020 ઇવેન્ટનું આજનું સેશન ખતમ થઈ ગયું છે. હવે બુધવાર સવારે 10 વાગ્યે ઇવેન્ટનું છેલ્લું સેશન યોજાશે.

    12:50 (IST)

    ઝકરબર્ગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પોતાના દ્વારા સંચાલિત પ્રત્યેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના પ્રભાવ વિશે જણાવ્યું. તેઓએ કહ્યું કે ફેસબુક દુનિયાભરમાં લોકોની મદદ કરવા માટે Jioની સાથે પાર્ટનરશિપની સાથે કામ કરવા માંગે છે.

    12:48 (IST)

    માર્ક ઝકરબર્ગે ડિજિટલ દુનિયા દરરોજ કેવી રીતે બદલાઈ રહી છે તેની પર પ્રતિક્રિયા આપી. ઝકરબર્ગે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લોકતંત્રના રૂપમાં ભારતની ભૂમિકા અગત્યની છે. ડિજિટલાઇઝેશનથી વ્યક્તિઓને સશક્ત બનાવવામાં મદદ મળશે, જેનાથી આવનારા દશકોમાં દેશની સમૃદ્ધિ વધશે.

    12:46 (IST)
    ભારત અને રિલાયન્સ જિયોમાં રોકાણનું કારણ જણાવતાં માર્ક ઝકરબર્ગે કહ્યું કે, ભારત મહાન આર્થિક શક્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી ફેસબુકે અહીં મોટાપાયે રોકાણ કર્યું છે.

    12:42 (IST)
    મુકેશ અંબાણીએ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગના વિઝનના વખાણ કર્યા. મુકેશ અંબાણીએ આ દરમિયાન ઝકરબર્ગથી ભારત અને રિલાયન્સ જિયોમાં રોકાણનું કારણ પણ પૂછ્યું. અંબાણીએ ઝકરબર્ગને દુનિયાની ડિજિટલ કનેક્ટિવિટીના આર્કિટેક્ટ ગણાવ્યા છે.

    12:39 (IST)

    મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું કે, Jio ડિજિટલ કનેક્ટિવિટી લઈને આવી છે. વોટ્સએપ પેની સાથે વોટ્સએપ ચેટનો સમાવેશ થાય છે, તો તેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી છે. રિલાયન્સ રિટેલ અને jioMart ભારતમાં દરેકને વૈશ્વિક સેવાઓમાં હિસ્સો લેવાની તક આપી રહ્યા છે. મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું કે ટેક્નોલોજી અપનાવવાથી ભારતને સંપત્તિ બનાવવામાં મદદ મળશે.

    12:35 (IST)
    મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત દુનિયાની ટૉપ 3 અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

    12:32 (IST)

    મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું કે, Jio ડિજિટલ કનેક્ટિવિટી લઈને આવી છે. વોટ્સએપ પેની સાથે વોટ્સએપ ચેટનો સમાવેશ થાય છે તો તેનાથી ડિજિટલ કનેક્ટિવીટી વધી છે. રિલાયન્સ રિટેલ અને JioMart ભારતમાં દરેકને વૈશ્વિક સેવાઓમાં હિસ્સો લેવાની તક આપી રહી છે. મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું કે ટેક્નોલોજી અપનાવવાથી ભારતને સંપત્તિ બનાવવામાં મદદ મળશે.

    12:28 (IST)

    ઇવેન્ટમાં માર્ક ઝકરબર્ગે કહ્યું કે., મુકેશ અંબાણીને પૂછ્યું કે કોરોના મહામારી ખતમ થયા બાદની આપના મતે ટેક્નોલોજીની શું ભૂમિકા હશે? તેની પણ મુકેશ અંબાણીએ કહ્યું કે, દુનિયામાં ટેક્નોલોજી રહેશે. મુકેશ અંબાણીએ ભારતની ડિજિટલ ઉપલબ્ધિઓની ક્રેડિટ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયા કેમ્પનને આપી. તેઓએ ઈતિહાસમાં ભારતના અત્યાર સુધીના સૌથી મોટા એફડીઆઈ માટે ઝકરબર્ગ અને ભારતમાં ફેસબુક-જિયો પાર્ટનરશિપ માટે પણ આભાર વ્યક્ત કર્યો.

    12:23 (IST)

    માર્ક ઝકરબર્ગ સાથે  Facebook FuelforIndia 2020ના મંચ પરથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં ડિજીટલ ક્રાંતિની શક્યતાઓ પર ચર્ચા કરી અને કહ્યું સંકટમાં નવી શક્યતાઓનો રસ્તો નીકળે છે.

    Facebook Fuel for India 2020 Event LIVE Updates: સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક મંગળવાર 15 ડિસેમ્બરે ફ્યૂઅલ ફોર ઈન્ડિયા 2020 (Facebook Fuel for India 2020) ઇવેન્ટની મેજબાની કરી રહ્યું છે. આ ઇવેન્ટમાં ફેસબુકના પ્રમુખ માર્ક ઝકરબર્ગ (Facebook chief Mark Zuckerberg) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારતમાં અવસરોને લઈ આજે વાત કરી. માર્ક ઝકરબર્ગ અને મુકેશ અંબાણીની ચર્ચાનો વિષય ભારતની આર્થિક વૃદ્ધિને તેજ કરવામાં ડિજિટાઇઝેશન (Digitization) અને નાના કારોબારીઓની ભૂમિકા હતો.

    ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.