કોટાઃ ફેસબુક ફ્રેન્ડે સગીર વિદ્યાર્થિનીને બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: May 1, 2018, 4:08 PM IST
કોટાઃ ફેસબુક ફ્રેન્ડે સગીર વિદ્યાર્થિનીને બંધક બનાવી આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનો ઉપયોગ સામાન્ય રીતે લોકો દોસ્ત બનાવવા કરે છે કે એક બીજા સાથે સંપર્ક કરવા માટે કરે છે. પરંતુ રાજસ્થાનના કોટામાં ફેસબુક ફ્રેન્ડે સગીરાની જિંદગી બરબાદ કરી દીધી છે.

  • Share this:
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનો ઉપયોગ સામાન્ય રીતે લોકો દોસ્ત બનાવવા કરે છે કે એક બીજા સાથે સંપર્ક કરવા માટે કરે છે. પરંતુ રાજસ્થાનના કોટામાં ફેસબુક ફ્રેન્ડે સગીરાની જિંદગી બરબાદ કરી દીધી છે. 16 વર્ષની એક સગીરાની સાથે ફેસબુક ફ્રેન્ડ દ્વારા બંધક બનાવીને 4 દિવસ સુધી રેપ કરવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે એપ્રિલના શરૂઆતના દિવસોમાં બંને વચ્ચે ફેસબુક ઉપર દોસ્તી થઇ હતી. થોડા દિવસોની ચેટિંગ પછી બંનેએ એકબીજાના ફોનનંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ વાતચીત થવા લાગી હતી. કોટા શહેરની એક પ્રાઇવેટ સ્કૂલમાં 11મી ક્લાસમાં અભ્યાસ કરતી છાત્રાએ ગત 24 એપ્રિલે સ્કૂલ જઇ રહી હતી ત્યારે તે પંકજ ધોબી નામના ફેસબુક યુવકે પોતાના સ્કૂટર ઉપર બેસાડીને શહેર ફરાવવાનું કહીને છાત્રાને લલચાવીને લઇ ગયો હતો.

આરોપી પંકજે છાત્રાને પોતાના મિત્રના રૂમમાં લઇ જઇને બંધક બનાવી દીધી હતી. તેના પર સતત ચાર દિવસ સુધી રેપ ગુજાર્યો હતો. શનિવારે રાત્રે પીડિત છાત્રા કોઇપણ પ્રકારે ભાગીને પોતાના ઘરે આવી ગઇ હતી. અને પરિવારને સંપૂર્ણ કહિકતની જાણ કરી હતી.

પીડિત છાત્રાના ઘરવાળાએ રવિવારે આરકે પુરમ પોલી સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પંકજ અને તેમના મિત્ર દિને લોઢાની ધરપકડ કરી હતી. સોમવારે બંને આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં 15 મે સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
Published by: Ankit Patel
First published: May 1, 2018, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading