ફેસબૂકે ગુજરાતના ગામની શાળાનાં વીડિયોને બિરદાવ્યો, 'COVID19 સામે જાગૃતિ અભિયાન'

ફેસબૂકે ગુજરાતના ગામની શાળાનાં વીડિયોને બિરદાવ્યો, 'COVID19 સામે જાગૃતિ અભિયાન'
ફેસબૂકનાં COOએ શેર કરેલી પોસ્ટ

આ પોસ્ટને સેન્ડબર્ગે પોતાની વોલ પર મુકીને ફેસબૂકનાં ફોલોવર્સને માહિતગાર કર્યા છે.

 • Share this:
  અમદાવાદ : હાલ કોરોનાનો (coronavirus) કેર એટલો બધો છે કે લોકો જે ફાવે તે અફવાઓ ફેલાવે છે અને માને પણ છે. ત્યારે ફેસબૂકનાં (Facebook) COO શેરિલ સેન્ડબર્ગે ગુજરાતની એક શાળાનાં વીડિયોની પ્રસંશા કરતી પોસ્ટ તેમણે ફેસબૂકની વોલ પર મુકી છે. ગુજરાતમાં (Gujarat) હાલ બે અઠવાડિયાનું વેકેશન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતની એક શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કોરોના નામની મહામારી સામે લડવા માટે કઇ રીતે વારંવાર હાથ ધોવા (washing hand) જોઇએ તેવો વીડિયો બનાવ્યો છે. જેને ફેસબૂક પર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટને સેન્ડબર્ગે પોતાની વોલ પર મુકીને ફેસબૂકનાં ફોલોવર્સને માહિતગાર કર્યા છે કે લોકોને સારી માહિતી આપવા ફેસબૂક અમેરિકાનાં શિક્ષણ વિભાગ સાથે સતત કામ કરે છે અને આવા વીડિયોને બિરદાવે છે.

  ફેસબૂકનાં સીઓઓ શેરિલ સેન્ડબર્ગે આ વીડિયો અંગે જણાવ્યું કે, 'કોવિડ-19 મહામારીના આ કટોકટીનાં સમયગાળામાં પોતાના બાળકો અને સમુદાયના લોકો તેને નિવારવા માટે ઉપયોગી પગલાં વિશે માહિતગાર રાખવા બદલ ગુજરાતનાં શિક્ષકો, શિક્ષણ અધિકારીઓ અને વિદ્યાર્થીઓના આ ભગીરથ પ્રયાસ બદલ હું તેમનો આભાર માનું છું. ગુજરાતમાં 1 લાખ શિક્ષકો અને હજારો સ્કૂલો 'વર્કપ્લેસ બાય ફેસબુક'નો ઉપયોગ કરી રહ્યા છે, જે ઓનલાઈન ટીમ કોલેબોરેશન ટૂલ છે. આ ટૂલનો ઉપયોગ કોવિડ-19 મહામારીની રોકથામનાં પગલાં, સલાહ-સૂચન અને અધિકૃત સમાચારના ફેલાવા માટે કરાઈ રહ્યો છે.'

  મહત્વનું છે કે, ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમિત કેસો વધીને 160 થઇ ગયા છે.
  Published by:News18 Gujarati
  First published:March 19, 2020, 08:28 am

  ટૉપ ન્યૂઝ