નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) પર ફરીથી પોતાના બિઝનેસ માટે હેટ સ્પીચને પ્રોત્સાહન આપવા અને પ્રમોટ કરવાનો આરોપ લાગ્યો છે. અમેરિકાના જાણીતા અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ, ફેસબુકે હેટ સ્પીચના નિયમો હેઠળ બજરંગ દળ (Bajrang Dal) પર કાર્યવાહી નથી કરી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ફેસબુકને ડર હતો કે તેનાથી ભારતમાં તેનું ઓપરેશન પ્રભાવિત થઈ શકે છે.
વોલ સ્ટ્રીટ જર્નલમાં રવિવારે પ્રકાશિત રિપોર્ટ મુજબ, ફેસબુકે ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાનું સમર્થન કરનારા બજરંગ દળને માત્ર પોતાના રાજકીય અને સુરક્ષા કારણોથી સોશિયલ મીડિયા નેટવર્ક રાખવાની મંજૂરી આપી, જ્યારે ફેસબુકની સેફ્ટી ટીમે બજરંગ દળને સંભવિત ખતરનાક સંગઠનના રૂપમાં ટેગ કર્યું હતું.
રિપોર્ટમાં બજરંગ દળનો એક વીડિયો અને તેની પર ફેસબુકની કાર્યવાહીનો હવાલો આપ્યો છે. રિપોર્ટમાં આ વીડિયો વિશ પણ જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનામાં બજરંગ દળે નવી દિલ્હીની બહાર એક ચર્ચ પર હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. આ વીડિયોને 2.5 લાખ વ્યૂઝ મળ્યા હતા.
આ કારણે ફેસબુકે પગલાં ન ભર્યા
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, સત્તાધારી બીજેપીની સાથેના સંબંધોના કારણે ફેસબુકને બજરંગ દળની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના એક્શન લેવાનો ડર હતો. ફેસબુકને એ વાતની ચિંતા હતી કે તેનાથી ભારતમાં તેનો બિઝનેસ ખરાબ થઈ શકે છે. બજરંગ દળ પર એક્શન લેવાથી ભારતમાં કંપનીની વ્યાવસાયિક સંભાવનાઓ અને તેના કર્મચારીઓ બંનેને ખતરો હોઈ શકે છે.
ફેસબુકની એક ઇન્ટરનલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના સત્તાધારી હિન્દુ રાષ્ટ્રવાદી રાજનેતાઓ, બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાથી ફેસબુકના કર્મચારીઓ પર શારીરિક હુમલા કે કંપનીની ફેસિલિટીઝ પર હુમલો થવાનો ખતરો છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્લેટફોર્મ પર અન્ય સંગઠનોની વચ્ચે બજરંગ દળની હાજરી ભારતમાં હેટ સ્પીચ સામે પગલાં ભરવાની કંપનીની પ્રતિબદ્ધતા પર સંદેહ ઊભો કરે છે.
ફેસબુકે થોડા દિવસ પહેલા કરી હતી સ્પષ્ટતા
ફેસબુક પર આ પહેલા પણ પોતાના ફાયદા માટે નિયમોના ઉલ્લંઘનના આરોપ લાગતા રહે છે. થોડા દિવસો પહેલા ફેસબુકના પ્રવક્તાએ તમામ આરોપ પર સ્પષ્ટતા કરી હતી. ફેસબુકે કહ્યું હતું કે, અમે આવા ભાષણ અને કન્ટેન્ટ પર રોક લગાવીએ છીએ જે હિંસા ભડકાવે છે. નિષ્પક્ષતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે અમે અમારી પ્રક્રિયાનું નિયમિત ઓડિટ કરીએ છીએ.
નોંધનીય છે કે, ફેસબુકે ઓક્ટોબર મહિનામાં ભારતમાં અબજો ડૉલરનું રોકાણ કર્યું છે. તેની દેશમાં પાંચ ઓફિસ છે અને તે ભારતને યૂઝર્સના મામલે પોતાનું સૌથી મોટું માર્કેટ માને છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર