કૉરન્ટાઇનમાં રહેલા મુસલમાનોને સહરી-ઈફ્તારી આપી રહ્યું છે વૈષ્ણો દેવી મંદિર, લોકોએ કહ્યું- આ છે અસલી ભારત

કૉરન્ટાઇનમાં રહેલા મુસલમાનોને સહરી-ઈફ્તારી આપી રહ્યું છે વૈષ્ણો દેવી મંદિર, લોકોએ કહ્યું- આ છે અસલી ભારત
કૉરન્ટાઈનમાં રહેલા મુસલમાનોને સહરી-ઈફ્તારી આપી રહ્યું છે વૈષ્ણો દેવી મંદિ

કોરોના સંકટ દરમિયાન લગભગ 500 મુસ્લિમ કટરામાં કૉરન્ટાઈન છે

 • Share this:
  નવી દિલ્હી : શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે (Shri Mata Vaishno Devi temple)સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ રજુ કર્યું છે. શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર રમજાન (Ramzaan) દરમિયાન જમ્મુ (Jammu)ના કટરામાં (Katra) કૉરન્ટાઈન સેન્ટરમાં રહેતા મુસલમાનોને સહરી અને ઇફ્તાર આપી રહ્યું છે.

  કોરોના સંકટ (Corona Crisis) દરમિયાન લગભગ 500 મુસ્લિમ કટરામાં કૉરન્ટાઈન છે અને દુનિયાભરના મુસલમાનો માટે પવિત્ર મનાતો રમઝાનનો મહિનો પુરો થવા આવ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ તરફથી શેર કરવામાં આવેલા એક વીડિયોમાં રસોઈના મોટા-મોટા વાસણોમાં કૉરન્ટાઈન સેન્ટરમાં રહેતા લોકો માટે ખાવાનું બનાવતા જોવા મળે છે. રિપોર્ટ મુજબ, મંદિર કોરોના સંકટ દરમિયાન મુસલમાનોની મદદ માટે સવાર-સાંજ ભોજન પિરસી રહ્યું છે.  આ પણ વાંચો - કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ

  માર્ચમાં ભારતમાં વધતા કોરોના વાયરસના (Coronavirus) કેસને જોઈને મંદિરના બોર્ડે આશીર્વાદ ભવનને કૉરન્ટાઈન સેન્ટરમાં ફેરવી નાખ્યું હતું. શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશ કુમારે ક્હ્યું કે મંદિર રમઝાનના પવિત્ર મહિનામાં લોકોને પારંપરિક સહરી અને ઈફ્તાર આપી રહ્યા છે. બીજી તરફ જમ્મૂ-કાશ્મીર પ્રશાસને (Jammu Kashmir Authority) બીજા રાજ્યોમાં ફસાયેલા પોતાના લોકોને પાછા લાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે, જે લોકો આશીર્વાદ ભવનમાં કૉરન્ટાઈન સેન્ટરમાં રહે છે તે પ્રવાસી શ્રમિકો છે  લોકોને આ પગલું ઘણું પસંદ આવ્યું છે અને તેને અસલી ભારત ગણાવી રહ્યા છે.  લોકોનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં મંદિર લોકોની મદદ કરી રહ્યું છે આ જોઈને સારું લાગી રહ્યું છે,
  Published by:Ashish Goyal
  First published:May 23, 2020, 18:07 pm