પાકિસ્તાનમાં ભારતની એર સ્ટ્રાઇકના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીએ થયેલી એર સ્ટ્રાઇકના કલાકો બાદ તેઓએ જોયું કે ઘટનાસ્થળે એક એમ્બ્યુલન્સ દ્વારા 35 શબ ત્યાંથી બહાર મોકલવામાં આવ્યા.
પ્રત્યક્ષદર્શી અનુસાર, મૃતકોમાં 12 લોકો સામેલ છે, જેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એક અસ્થાઈ ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા. માર્યા ગયેલા લોકોએ અનેક એવા પણ છે જે પહેલા પાકિસ્તાની સેનામાં કામ કરી ચૂક્યા હતા.
સ્થાનિક સરકારી અધિકારીઓએ માટે કામ કરનારા સૂત્રોએ ઓળખ છુપાવવાની શરત પર જાણકારી આપી અને કહ્યું કે મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત નથી. પત્રકારે એન્ક્રિપ્ટેડ સંચાર સાધનોનો ઉપયોગ કરી પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી હતી.
એક પ્રત્ક્ષદર્શીએ કહ્યું કે, બોમ્બમારા બાદ તરત જ સ્થાનિક અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા પરંતુ સેના દ્વારા તે વિસ્તારને પહેલા જ બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં પોલીસને પણ જવાની મંજૂરી નહોતી. સેનાએ મેડિકલના કર્મચારીઓ પાસેથી મોબાઇલ ફોન પણ છીનવી લીધા હતા.
સૂત્રોએ કહ્યું કે, પૂર્વ પાકિસ્તાની ઈન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) અધિકારી જે સ્થાનિક રીતે કર્નલ સલીમ તરીકે ઓળખાય છે તે માર્યો ગયો જ્યારે એક કર્નલ જાર જાકિરી ઘાયલ થઈ ગયો હતો. પેશાવરના જૈશ-એ-મોહમ્મદના ટ્રેનર મુફ્તી મોઇન અને વિસ્ફોટક ઉપકરણ-નિર્માણ વિશેષજ્ઞ ઉસ્માન ગની પણ માર્યો ગયો.
જાબા ગામની પાસે આવેલા મદરેસનાની તસવીર FirstPost/ Reuters
પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ફિદાયીન ટ્રેનિંગ કરી ચૂકેલા 12 જૈશ-એ-મોહમ્મદ આતંકી અસ્થાઈ ઝૂંપડીમાં રહેતા હતા જે બોમ્બમારામાં માર્યા ગયા. જોકે, આ વિસ્તારના પ્રત્યક્ષદર્શી અલગ-અલગ વાતી કહી રહ્યા છે. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે જાબા ટોપમાં કોઈ જૈશ-એ-મોહમ્મદના આતંકી નહોતા.
અનેક સ્થાનિક નિવાસીઓએ ટેલિવિજન અને પ્રિન્ટ પત્રકારોને જણાવ્યું કે કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. હુમલાના કેટલાક દિવસો બાદ જ પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરવામાં આવી. અનેક મીડિયા સંસ્થાનોએ જણાવ્યું કે તેમને જાબના તમામ વિસ્તારોમાં મંજૂરી વગર જવાની અનુમતી નહોતી. (ફર્સ્ટપોસ્ટનો રિપોર્ટ)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર