Home /News /national-international /IAF Plane Crash: જોરદાર વિસ્ફોટ, આકાશમાંથી આગનો વરસાદ, પેરાશૂટ... પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું મિરાજ-સુખોઈ વિમાન કેવી રીતે ક્રેશ થયું

IAF Plane Crash: જોરદાર વિસ્ફોટ, આકાશમાંથી આગનો વરસાદ, પેરાશૂટ... પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું મિરાજ-સુખોઈ વિમાન કેવી રીતે ક્રેશ થયું

ફાઇલ તસવીર

IAF Plane Crash: પહાડગઢના સરપંચ શૈલેન્દ્ર શાક્યે ક્રેશ સાઇટ પર કહ્યુ કે, ‘હું અહીં કેટલાક લોકો સાથે ઊભો હતો. ત્યારે અમને ઉપરથી એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ સાંભળ્યો. અમે અગ્નિના ગોળા નીચે પડતા જોયાં, તેમાંથી કેટલાક અહીં જંગલના માર્ગમાં પડ્યા અને કેટલાક ભરતપુરમાં.’

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ એક દુર્લભ અને દુ:ખદ અકસ્માતમાં ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ (એક સુખોઈ-30 MKI અને એક મિરાજ-2000) શનિવારે મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં નિયમિત તાલીમ સૉર્ટી દરમિયાન ક્રેશ થયા હતા. તેમાં એક પાયલોટનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે પાઇલોટ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ બંને પાયલોટને ઝાડીમાંથી બહાર કાઢીને જમીન પર સૂવડાવી દીધા હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે, તેમણે કાદવ ફેંકીને બંને વિમાનોમાં આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

પહાડગઢના સરપંચ શૈલેન્દ્ર શાક્યએ દુર્ઘટના સ્થળે કહ્યુ કે, ‘હું અહીં કેટલાક લોકો સાથે ઊભો હતો. ત્યારે અમને ઉપર શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ સંભળાયો. અમે અગ્નિના ગોળા નીચે પડતા જોયાં. તેમાંથી કેટલાક અહીં જંગલના માર્ગમાં પડ્યા અને કેટલાક ભરતપુરમાં.’

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ આનંદો, બજેટમાં મોટી જાહેરાત થવાની શક્યતા

શાક્યએ કહ્યુ હતુ કે, ‘અમે બે પેરાશૂટને નીચે આવતા જોયા અને બંનેના ઉતરાણ માટે 15-20 મિનિટ રાહ જોઈ. જો કે, તે ઝાડીઓમાં પડ્યા અને ઘાયલ થઈ ગયા હતા. અમે તેમને ઝાડીઓમાંથી બહાર કાઢ્યા અને તેમને જમીન પર સૂવડાવી દીધા. અમે યુનિફોર્મમાં બે પાયલોટ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર આવ્યું અને તેમને ગ્વાલિયર લઈ ગયું.’


પ્લેનમાંથી આગ નીકળી રહી હતી


પહાડગઢના રહેવાસી વીરુએ જણાવ્યુ હતુ કે, ‘સવારે 10:30 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. મેં એક વિમાન જોયું જેના આગળના ભાગમાં આગ લાગી હતી. મેં પાંચ કિલોમીટર દૂર એક જગ્યાએથી ધુમાડો નીકળતો જોયો. અમે કાદવ વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો કારણ કે ત્યારે અમારી પાસે પાણી નહોતું.’ તેણે દાવો કર્યો હતો કે, કાટમાળ પાસે એક વિખરાયેલી લાશ મળી હતી અને સ્થાનિક સહિત એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
First published:

Tags: Military Plane Crash, PLANE CRASH

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો