જૂની અદાવતમાં ચાકૂથી યુવકની એક આંખ ફોડી, કાન પણ કાપ્યો!

જૂની અદાવતમાં ચાકૂથી યુવકની એક આંખ ફોડી, કાન પણ કાપ્યો!
બે હુમલાખોરોએ યુવકને ઘેરીને ચાકૂ અને સળિયાથી ફટકાર્યો, બાદમાં આંખ ફોડી કાન કાપી નાખ્યો

બે હુમલાખોરોએ યુવકને ઘેરીને ચાકૂ અને સળિયાથી ફટકાર્યો, બાદમાં આંખ ફોડી કાન કાપી નાખ્યો

 • Share this:
  ઉમાશંકર ભટ્ટ, ઉત્તર પ્રદેશ : દેવરિયા જિલ્લાના રામપુર કારખાના પોલીસ સ્ટેશના રામપુર દુબે ગામમાં જૂની અદાવતમાં એક યુવકની આંખ ફોડવા અને કાન કાપવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મામલામાં પોલીસ ભીનું સંકેલતી હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે પરંતુ ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ કેસ નોંધવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘાયલ યુવકને ગોરખપુર મેડિકલ કૉલેજથી કેજીએમસી લખનઉ રૅફર કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની ગંભીર સ્થિતિને જોતાં ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. હવે પરિજનો પીડિતને સારવાર માટે હૈદરાબાદ લઈને આવ્યો છે.

  પરિજનોએ લગાવ્યો આ આરોપ  પીડિતના પરિજનોનો આરોપ છે કે રામપુર કારખાનાની પોલીસ આ મામલામાં કળવી કલમોમાં કેસ નોંધી રહી છે. મૂળે, રામપુર દુબે ગામના રહેવાસી વિકાસ દુબે મુજબ ગત 10 જાન્યુઆરીની સાંજે તેમના ભાઈ આશીષ દુબે ચાર રસ્તાથી ઘરે પરત આવી રહ્યા હતા. રસ્તામાં ગામના જ રાજન દુબે અને મોનૂ ચૌહાણે આશીષને ઘેરી લીધો અને ચાકૂ અને સળિયાથી હુમલો કરી દીધો. આ હુમલામાં આશીષ ગંભીર રીતે ઘાયલ થયો. ત્યારબાદ આરોપીઓએ ચાકૂથી તેની એક આંખ ફોડી દીધી અને કાન પણ કાપી દીધો.

  હૈદરાબાદમાં ચાલી રહી છે સારવાર

  પરિજનોએ તાત્કાલીક સ્થાનિક સ્તરે સારવાર કરાવી પરંતુ હાલત નાજુક જોતાં ઘાયલ યુવકને હૈદરાબાદની એક મોટી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. ઘાયલ યુવકના વિકાસે જણાવ્યું કે, આ ઘટનાની જાણ રામપુર કારખાના પોલીસને આપવામાં આવી છે. પરંતુ પોલીસ મામલાને ઓછો ગંભીર દર્શાવવામાં લાગી છે. પરંતુ પોલીસ અધીક્ષક શિષ્યપાલ સિંહે જણાવ્યું કે, મામલામાં કેસ નોંધી દીધી છે. ઘાયલ વ્યક્તિની એક આંખ ડેમેજ થઈ છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચો, બે વર્ષથી ભીખ માંગનારો યુવક હતો કરોડપતિ, આવી રીતે બહેન સાથે થયું મિલન
  Published by:Mrunal Bhojak
  First published:January 14, 2020, 13:03 pm

  ટૉપ ન્યૂઝ