ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો - પ્રો લેફ્ટ વિંગે હાઇજેક કર્યું ખેડૂતોનું આંદોલન, થઈ શકે છે હિંસા

પ્રતિકાત્મક તસવીર

ઇન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે અતિવાદી સંગઠન આવનાર દિવસોમાં ખેડૂતોને હિંસા, આગજની અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરવાની યોજના બનાવી રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : નવા કૃષિ કાનૂનોના (Farm law 2020) વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન (Farmer Protest)બે સપ્તાહથી ચાલું છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની ઘણા સ્તરની વાતચીત થઈ ચૂકી છે પણ પરિણામ આવ્યું નથી. હવે પોતાની માંગ માટે કિસાન સંગઠનોએ સુપ્રીમ કોર્ટનો (Supreme Court)દરવાજો ખખડાવ્યો છે. કેન્દ્ર સરકાર સિવાય અલગ અલગ સુરક્ષા એજન્સીઓની (Security Agencies)નજર આ આંદોલન પર છે. આ દરમિયાન ઇન્ટેલિજન્સ સૂત્રોના હવાલાથી જાણકારી મળી રહી છે કે અલ્ટ્રા લેફ્ટ નેતાઓ અને સમર્થક વામપંથી ચરમપંથી તત્વોએ ખેડૂતોના આંદોલનને હાઇજેક કરી લીધું છે.

    ઇન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે અતિવાદી સંગઠન આવનાર દિવસોમાં ખેડૂતોને હિંસા, આગજની અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરવાની યોજના બનાવી રહ્યા છે.

    આ પણ વાંચો - Farmers Protest: નવા કૃષિ કાનૂનો સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ખેડૂતો, કૃષિ મંત્રીએ કહ્યું - વાતચીત માટે તૈયાર

    ઇન્ટેલિજન્સ વિભાગના રિપોર્ટ પર કિસાન નેતા રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા સામે આવી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમને તો અહીં આવા લોકો નજરે પડી રહ્યા નથી. જો ઇન્ટેલિજન્સ એજન્સીઓની નજર આ આંદોલન પર છે તો તેમને પકડે તે શું કરી રહી છે. આપણી સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ આટલી નબળી નથી કે તેને પકડી ના શકે. જે લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે તેના પર એજન્સી નજર બનાવી રાખે.

    રાકેશ ટિકૈતે કહ્યું કે અમારા એજન્ડામાં આ નથી. અમને પણ જાણકારી મળી છે કે હરિયાણા સાઇડમાં પોસ્ટર લાગ્યા છે. અમારી કોટ કમિટીની મિંટિંગમાં આ કોઈ મુદ્દો નથી. આ દરમિયાન તેમણે ખેડૂત નેતાઓને અપીલ કરતા કહ્યું કે જો તેમને આવા કોઈ તત્વો જોવા મળે તો તેમને આંદોલનમાં ઘુસવા દેવામાં ન આવે. અમારો એજન્ડો ત્રણ કાનૂને લઈને છે. બસ MSP પર કાનૂન ફક્ત આ જ અમારો નિર્ણય છે.
    Published by:Ashish Goyal
    First published: