નવી દિલ્હીઃ ગત સપ્તાહ મણિપુરમાં અસમ રાઈફલ ઉપર (Assam Rifles)ઘાત લગાવીને હુમલામાં ગુપ્ત એજન્સીઓની (Ambush Attack) સામે નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. નવી જાણકારી મુજબ 46 અસમ રાયફલ્સ ઉપર હુમલા દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મીના (Peoples Liberation Army) ઉગ્રવાદીઓ પણ ઘાયલ થયા હતા. આ હુમલામાં એક કમાન્ડિંગ ઓફિસર (commanding officer)અને તેમની પત્ની પુ્તર અને ચાર જવાનો શહીદ થયા હતા.
ગુપ્તચર માહિતી અનુસાર, હુમલામાં ઘાયલ થયેલા આતંકવાદી ઇમ્ફાલ ખીણના મૈતેયી અલગતાવાદી જૂથ સાથે સંકળાયેલા છે. જો કે, આ આતંકવાદીનું સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં હોવાની શક્યતા છે. આ જ સ્થળે ગયા અઠવાડિયે પણ હુમલો થયો હતો. આ જિલ્લો મ્યાનમારની સરહદે આવેલો છે.
આ હુમલો મણિપુરના ચુરાચંદપુરમાં થયો હતો
તમને જણાવી દઈએ કે આ હુમલો ગત શનિવારે થયો હતો. આસામ રાઈફલ્સની ખુગા બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર બિપ્લબ ત્રિપાઠી કર્નલ રેન્કના અધિકારી હતા. શનિવારે સવારે થયેલા હુમલામાં તેમની પત્ની, છ વર્ષનો પુત્ર અને ચાર અર્ધલશ્કરી દળના જવાનો માર્યા ગયા હતા. PLA અને MNPF એ ઉત્તર-પૂર્વ રાજ્યના ચુરાચંદપુર જિલ્લાના સેહકન ગામમાં ઓચિંતા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
7 IED વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
ઈન્ટેલિજન્સ સૂત્રોની માહિતી અનુસાર, વિપ્લવ ત્રિપાઠીના કાફલાને નિશાન બનાવવા માટે 7 IED વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
આવા હુમલા વધી શકે છે, સુરક્ષા દળોને નિશાન બનાવી શકાય છે
ગુપ્તચર માહિતી એ પણ કહે છે કે હવે PLA આવા જ વધુ હુમલા કરવાની યોજના બનાવી શકે છે. આ સિવાય MNPF અને પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઑફ કાંગલીપેક જેવા સંગઠનો પણ નજીકના ભવિષ્યમાં સુરક્ષા દળો પર આવા હુમલા કરી શકે છે. અન્ય એક માહિતી અનુસાર PLA વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે. ખાસ કરીને મ્યાનમારને અડીને આવેલા વિસ્તારોમાં.
2015માં મોટો હુમલો થયો હતો
2015માં મણિપુરના ચંદેલમાં સેનાના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 18 જવાનો શહીદ થયા હતા. રાજ્યમાં આ છેલ્લો મોટો હુમલો હતો. પીએલએની સ્થાપના એન બિશેશ્ર્વરે કરી હતી. મણિપુરને ભારતથી અલગ કરવા માટે, બિશેશ્વરે યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ છોડીને પીએલએની રચના કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર