નવી દિલ્હી : ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના (India-China border issue)વચ્ચે થયેલા ખુની સંઘર્ષ પછી વાતચીત જારી છે. સરહદ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે શાંતિ બહાલ કરવા માટે શું વાતચીત થઈ તેના પર બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar)કહ્યું કે આપણે આમને સામને હટવાની આવશ્યકતા પર સહમત થયા છીએ કારણ કે સૈનિક એક બીજાની ઘણા નજીક તૈનાત છે. ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ને (India Global week 2020) સંબોધિત કરતા એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે ડી-એસ્કેલેશનની પ્રક્રિયા પર સહમતી બની છે અને હાલ શરૂ થઈ છે. આ કામ ઘણું ઝડપથી ચાલી રહ્યું છે.
બતાવવામાં આવી રહ્યું છે કે લદાખ સરહદ પર LAC પાસે ચીની સેનાએ આખરે પોતાના ટેન્ટ હટાવવાના શરૂ કરી દીધા છે. બંને સેનાઓ વચ્ચે થયેલી વાતચીતના આધારે ચીન સેના લગભગ એક-બે કિલોમીટર પાછળ ગટી ગઈ છે.
We have agreed on the need to disengage because troops are deployed very close to each other. Disengagement & de-escalation process has been agreed & it has just commenced. It is very much a work in progress: External Affairs Minister, S Jaishankar on India-China border issue pic.twitter.com/Y0Tipa2AQ2
વિદેશ મંત્રાલયના મતે ભારત-ચીન વચ્ચે સરહદ મામલા પર પરામર્શ અને સમન્વય માટે બનેલા સંયુક્ત કાર્યતંત્ર પર 16મી બેઠક 10 જુલાઈ 2020ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સેના પાછળ ખસેડવા સહમતી થઈ હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર