Home /News /national-international /Russia Ukraine war: રશિય યુક્રેન યુદ્ધ પર ભારતનું સૌથી મોટું નિવેદન- લોહી વહેવડાવવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી

Russia Ukraine war: રશિય યુક્રેન યુદ્ધ પર ભારતનું સૌથી મોટું નિવેદન- લોહી વહેવડાવવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી

વિદેશ મંત્રીએ પીએમ મોદીનો રસપ્રદ કિસ્સો યાદ કર્યો

Ukraine war updates: જયશંકરે લોકસભામાં કહ્યું કે ભારત માને છે કે રશિયા અને યુક્રેનને વાતચીત માટે આગળ આવવું જોઈએ. દરેક વ્યક્તિએ નોંધ લેવી જોઈએ કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર હેઠળ બનાવવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર પર ભાર મૂકે છે. ભારતે (યુક્રેન યુદ્ધમાં) જે પક્ષ પસંદ કર્યો છે તે શાંતિનો પક્ષ છે.

વધુ જુઓ ...
  રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar in Lok sabha)એ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના સંઘર્ષની વિરુદ્ધ છીએ. અમે માનીએ છીએ કે લોહી વહેવડાવીને અને નિર્દોષ લોકોના ભોગે કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. સંવાદ અને કુટનીતિ એ દરેક વિવાદનો યોગ્ય ઉકેલ લાવી શકે છે. યુક્રેનના બુચામાં કથિત નરસંહાર (Bucha killings)ના અહેવાલો પર જયશંકરે સંસદમાં કહ્યું કે અમે આવા અહેવાલોથી ખૂબ દુઃખી છીએ. અમે ત્યાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ. આ બહુ ગંભીર બાબત છે. અમે આ અંગે સ્વતંત્ર તપાસને સમર્થન આપીએ છીએ. જયશંકરે ઓપરેશન ગંગા (Operation ganga) પર પણ નિવેદન આપ્યું હતું, જે યુક્રેનથી ભારતીયોની વાપસી માટે ચલાવવામાં આવ્યું હતું.

  ભારત શાંતિની તરફેણ કરે છે

  જયશંકરે લોકસભામાં કહ્યું કે ભારત માને છે કે રશિયા અને યુક્રેનને વાતચીત માટે આગળ આવવું જોઈએ. દરેક વ્યક્તિએ નોંધ લેવી જોઈએ કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર હેઠળ બનાવવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર પર ભાર મૂકે છે. ભારતે (યુક્રેન યુદ્ધમાં) જે પક્ષ પસંદ કર્યો છે તે શાંતિનો પક્ષ છે. આ હિંસાનો તાત્કાલિક અંત લાવવા માટે છે. આ અમારું સિદ્ધાંતવાદી વલણ છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય મંચો અને ચર્ચાઓમાં, અમે સતત તે મુજબ કામ કર્યું છે.

  ઓપરેશન ગંગા સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન

  ઓપરેશન ગંગાનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે આટલા મોટા પાયા પર કોઈ દેશે બચાવ અભિયાન ચલાવ્યું નથી. ભારત વિશ્વનો પહેલો દેશ છે, જે 20 હજાર નાગરિકોને પોતાના દેશમાં પરત લાવી શક્યો છે. ભારતીય નાગરિકોને યુક્રેનથી 90 વિમાનો દ્વારા વતન લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે યુક્રેન અને તેની યુનિવર્સિટીએ અમારા વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂક્યા છે. ઘણી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કહેતી હતી કે અમે ઓનલાઈન અભ્યાસ કરાવી શકતા નથી. યુક્રેનની સરકાર કહેતી હતી કે ગભરાશો નહીં, અમે પરિસ્થિતિને સંભાળી લઈશું. આવી સ્થિતિમાં આપણા નાગરિકો મુંઝવણમાં મુકાઈ ગયા. આવી સ્થિતિમાં ફક્ત 4 હજાર લોકોએ યુક્રેન છોડ્યું, બાકીના 18,000 ત્યાં જ રહી ગયા હતા.

  આ પણ વાંચો- રાજકોટ: પેપર નબળું જતા વધુ એક વિદ્યાર્થિનીનો આપઘાત, ઘરે ઝેરી દવા પી લીધી

  ભારત દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે

  વિદેશ મંત્રીએ કહ્યું કે અમે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિથી દરેક સ્તરે વાતચીત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે વાત કરી હતી. મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને અમારો સંદેશ હતો કે ભારત શાંતિ જાળવી રાખવા માટે કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છે. કેટલાક વિપક્ષી સભ્યોની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે યુક્રેનની સ્થિતિનું રાજનીતિકરણ કરવાનો ભારતનો પ્રયાસ દુર્ભાગ્યપૂર્ણ છે.

  આ પણ વાંચો- Yuvrajsinh Jadeja: મુશ્કેલી વધી! યુવરાજસિંહની ગાડીના કેમેરામાં જ પોલીસ પર ગાઢી ચઢાવવાની ઘટના થઇ છે કેદ

  લોકસભામાં યુક્રેન પર આ ચર્ચા આરએસપીના એનકે પ્રેમચંદ્રન અને કોંગ્રેસના મનીષ તિવારીના નિયમ 193 પર નોટિસ બાદ થઈ રહી છે. મંગળવારે ચાર કેન્દ્રીય પ્રધાનો હરદીપ સિંહ પુરી, કિરણ રિજ્જુ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને વીકે સિંહે ઓપરેશન ગંગા અંગે ગૃહને માહિતી આપી હતી. આ તમામ મંત્રીઓ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અલગ-અલગ દેશોમાં ગયા હતા.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Indian Students in Ukraine, Russia and Ukraine War, Russia Ukraine, Russia ukraine crisis, Russia Ukraine Latest News, Russia-Ukraine Conflict, Ukraine war

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन