PM મોદીના 'અબકી બાર ટ્રમ્પ સરકાર' સ્લૉગાન પર વિદેશ મંત્રીએ કરી આ સ્પષ્ટતા

News18 Gujarati
Updated: October 1, 2019, 9:35 AM IST
PM મોદીના 'અબકી બાર ટ્રમ્પ સરકાર' સ્લૉગાન પર વિદેશ મંત્રીએ કરી આ સ્પષ્ટતા
હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

એસ. જયશંકરે કહ્યુ કે, પીએમ મોદીએ અમેરિકામાં કોઈનો પ્રચાર નથી કર્યો, ભારતનું વલણ નિષ્પક્ષ છે

  • Share this:
વૉશિંગટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 22 સપ્ટેમ્બરે અમેરિકાના હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' (Howdy Modi) કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ હાજર રહ્યા હતા. ટ્રમ્પનું આ કાર્યક્રમમાં સામેલ થવું આવનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભારતીય સમુદાય (indian Community)ના લોકોનું સમર્થન મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું. વિપક્ષે એમ પણ કહ્યું કે, પીએમ મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો આપીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar)એ 'હાઉડી મોદી' કાર્યક્રમ વિશે સ્પષ્ટતા કરી છે કે ભારતે અમેરિકાની રાજનીતિમાં નિષ્પક્ષ રીતે ભાગીદારી નિભાવી. વડાપ્રધાને કોઈ વ્યક્તિ વિશેષ માટે પ્રચાર નથી કર્યો.

વિદેશ મંત્રી વૉશિંગટન ડીસીના ત્રણ દિવસના પ્રવાસે છે. ભારતીય પત્રકારો સાથે વાત કરતાં સોમવારે જયશંકરે આ વાત કહી. શું પીએમ મોદીએ હાઉડી મોદીના માધ્યમથી ટ્રમ્પ માટે કૅમ્પેનિંગ કર્યુ? આ સવાલના જવાબમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ કે, ના, તેઓએ (પીએમ મોદી) આવું કંઈ જ નથી કહ્યુ. મને લાગે છે કે પીએમ મોદીએ હ્યૂસ્ટનમાં જે પણ કહ્યુ તેને ખૂબ જ ધ્યાનથી સમજવાની જરૂર છે. મારી સમજમાં પીએમ મોદી અગાઉની ચૂંટણીની વાત કરી રહ્યા હતા, કારણ કે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કૅમ્પેનિંગ કરતી વખતે ટ્રમ્પે પોતે જ અબકી બાર ટ્રમ્પ સરકાર સ્લોગનનો ઉપયોગ કર્યો હતો.

હ્યૂસ્ટનમાં આયોજિત 'હાઉડી મોદી' કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સરકારના વખાણ કર્યા હતા. (ફાઇલ તસવીર)


પીએમ મોદીની વાતોને ખાટો અર્થ ન કાઢો

જયશંકરે કહ્યુ કે, એવામાં આપણે પીએમ મોદીની વાતોનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ. મારી સમજથી એવું કરીને તમે કોઈનું ભલું તો નથી કરતા. તેઓએ કહ્યુ કે, અમેરિકાની સાથે ભારતનો દૃષ્ટિકોણ ખૂબ નિષ્પક્ષ રહે છે. આપણે સમજવું જોઈએ કે અમેરિકામાં જે પણ થઈ રહ્યું છે તે તેમની પૉલિટિક્સનો હિસ્સો છે, ન કે ભારતનો.

પીએમ મોદીએ શું કહ્યુ હતું?નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા. તેઓએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનો લોકપ્રિય નારો 'અબકી બાર, મોદી સરકાર'ની જેમ કહ્યુ કે 'અમેરિકામાં અબકી બાર, ટ્રમ્પ સરકાર'.

આ પણ વાંચો,

UNGA: ઇમરાને કાશ્મીરમાં નફરતવાળા ભાષણની ક્રેડીટ બેગમ બુશરાને આપી!
અમિત શાહે કહ્યુ, 'આર્ટિકલ-370 વિશે ઘણી ગેરસમજ હતી, હવે સાચો ઇતિહાસ લખવાનો સમય આવી ગયો છે'
First published: October 1, 2019, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading